ભવિષ્ય નિધિ ક્ષેત્રીય કચેરી વાપી અને દમણ ઈન્ડસ્ટ્રીઝ એસો.ના સંયુકત ઉપક્રમે સેમિનાર યોજાયો।

Views: 167
0 0

Read Time:3 Minute, 8 Second

સરકારની પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના 01 ઑગસ્ટથી અમલમાં આવશે।

ભવિષ્ય નિધિ ક્ષેત્રીય કચેરી વાપી અને દમણ ઈન્ડસ્ટ્રીઝ એસો.ના સંયુકત ઉપક્રમે સેમિનાર યોજાયો

 

વાપી

 

વધુમાં વધુ યુવાઓને નોકરી મળી રહે અને રોજગારીની તકો વધારવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો પ્રારંભ 01/08/2025થી કરવામાં આવી રહ્યો છે. ભવિષ્ય નિધિ ક્ષેત્રીય કચેરી વાપી અને દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, દમણના સંયુક્ત ઉપક્રમે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો. PM – VBRY યોજનાનું લોકાર્પણ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા 01/08/2025ના રોજ વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે યોજાનારા કાર્યક્રમમાં કરવામાં આવશે.

 

 

વાપી ઈપીએફઓના કમિશ્નર પ્રવિણ ગઢવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, વલસાડ, ડાંગ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લાના ઔદ્યોગિક અને શ્રમસંસ્થાઓ તથા કર્મચારીઓને PM VBRY યોજના વિશે જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આવેલ સંસ્થાઓ વાપી સ્થિત EPFO કચેરીનો સંપર્ક કરી શકે છે અથવા EPFO તેમજ વાપી ક્ષેત્રીય કચેરીના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરીને વધુ માહિતી મેળવી શકે છે. આ યોજના હેઠળ પહેલીવાર નોકરી કરનારા યુવાઓને સરકાર દ્વારા રૂ.15 હજાર આપવામાં આવશે. યોજાનાનો મુખ્ય હેતુ શિક્ષિત યુવાઓને નોકરી રોજગાર માટે પ્રોત્સાહિત કરવાનો છે. યોજનાનો લાભ 1 ઓગષ્ટ 2025 થી 31 જુલાઈ 2027 દરમિયાન પહેલીવાર નોકરી કરનારા યુવાઓને મળી શકશે. પહેલી વખત નોકરી કરનારા કર્મચારીઓનો માસિક પગાર રૂ.1 લાખથી ઓછો હોવો જોઈએ. જેમાં ૧૫ હજાર રૂપિયા સુધીની પ્રોત્સાહન રકમ બે હપ્તામાં આપવામાં આવશે. આમાં પહેલો હપ્તો છ મહિના પછી આપવામાં આવશે. ઉમેદવારને નોકરી દરમિયાન નાણાકીય સાક્ષરતા કોર્સ (Financial Literacy Course) પૂર્ણ કરવું ફરજિયાત રહેશે. બેંક ખાતું આધાર લિંક થયેલું હોવું જોઈએ. આધાર ઇએસઆઈ/ઇપીએફ સાથે લિંક હોવું જોઈએ. પી.એફ. વિભાગ તરફથી આકાશ સોનકર (રિજનલ કમિશનર- દ્વિતીય), પૂનમ (સહાયક આયુક્ત), નીલકમલ, મનીષ પરમાર તથા દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી અધ્યક્ષ સત્યેન્દ્રસિંહ, ઉપાધ્યક્ષ શરદ પુરોહિત સહિત મહાનુભાવો હાજર રહ્યા હતાં।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like