વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓ આંતર શાળા વકતૃત્વ સ્પર્ધામાં ઝળકયા.વાપીની ફેલોશિપ મિશન સ્કુલ દ્વારા આંતર શાળા વકતૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું।
વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓ આંતર શાળા વકતૃત્વ સ્પર્ધામાં ઝળકયા.વાપીની ફેલોશિપ મિશન સ્કુલ દ્વારા આંતર શાળા વકતૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું। જેમાંવાપીની વીસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓએ તત્કાળ રજૂ કરવાના વિષય પર વક્તવ્ય આપી સફળતા હાંસલ કરી હતી. જેમાં ધોરણ એક ની વિદ્યાર્થીની તપસ્યા લદુમોર તૃતિય ક્રમે, ધોરણ પાંચ ની વિદ્યાર્થીની દેવાંજના ગુપ્તા ચોથા ક્રમે, ધોરણ નવ ની વિદ્યાર્થીની કૃપા ઠકકર બીજા ક્રમેઅને ધોરણ દસની વિદ્યાર્થીની પૂનમ કારાલે બીજા ક્રમે રહી શાળા નુ નામ રોશન કર્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્નીપૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થી ઓ અને અેમની માર્ગદર્શક ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating