સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ‘રક્તદાન શિબિર’માં ૧૯૩ રક્તદાતાઓએ કર્યું રક્તદાન।
દાંતી, 27 જુલાઈ, 2025: સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીના પવિત્ર આશીર્વાદ અને તેમના માર્ગદર્શન દ્વારા બ્રાન્ચ ડુંગરી અને દાંતીમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. દાંડી સ્થિત શ્રી ડી.આર.પટેલ સાર્વજનિક હાઇસ્કૂલમાં રક્તદાન શિબિરમાં નિરંકારી ભક્તોએ ખૂબ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું જેમાં ૧૯૩ રક્તદાતાઓનો સમાવેશ થયો. જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ત સંગ્રહ કરવામાં આવ્યું.
આ અવસરે દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓંકાર સિંહ જીના કરકમલો દ્વારા આ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે રક્તદાન એ એક મહત્વપૂર્ણ અને જીવનદાયી કાર્ય છે જે ઘણા લોકોના જીવન બચાવવામાં મદદ કરે છે. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ આવા આયોજનો દ્વારા સમાજમાં સકારાત્મક પ્રભાવ પાડે છે અને લોકોને રક્તદાન જેવા મહત્વપૂર્ણ કાર્યમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે.
આ રક્તદાન શિબિરમાં ઉપસ્થિત ગણમાન્ય વ્યક્તિઓએ મિશન દ્વારા કરવામાં આવતા માનવસેવાના કાર્યોની ભરપૂર પ્રશંસા કરી. આ શિબિરમાં વલસાડ સેક્ટર સંયોજક, સોશિયલ વેલ્ફેર કોઓર્ડિનેટર, વલસાડ બ્રાન્ચ મુખી અને સ્થાનિક દાંતી બ્રાન્ચ મુખીની દેખરેખ હેઠળ સ્થાનિક સેવાદળ યુનિટના સભ્યોએ આ શિબિરને સફળ બનાવવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું।
Average Rating