મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરના 61મા સ્થાપના દિવસ તેમજ શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો।

Views: 112
0 0

Read Time:2 Minute, 24 Second

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં તાજેતરમાં ગાંધીનગરને રાષ્ટ્રીય સ્તરે મળેલ ગૌરવપૂર્ણ સન્માનના પાયામાં રહેલ શહેરના સ્વચ્છતાકર્મીઓનું સન્માન તેમજ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ‘અર્બન ડેવલપમેન્ટ વિઝન ડોક્યુમેન્ટ 2025’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

 

મુખ્યમંત્રીશ્રીએ પાટનગરના ભાવિ વિકાસને નવી દિશા આપતા આજના ગાંધીનગર સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ગાંધીનગર આજે Well Planned અને Clean-Green City તરીકે વિકસી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2005 માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરીને શહેરી વિકાસની આખી પરિભાષા બદલી નાખીને હોલીસ્ટિક સિટી ડેવલપમેન્ટનો નવતર અભિગમ આપ્યો છે ત્યારે, રાજ્યના શહેરી વિકાસની બે દાયકાની સિદ્ધિઓ અને સફળતાને પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે આપણે શહેરી વિકાસ વર્ષ 2025 ઉજવી રહ્યા છીએ. મુખ્યમંત્રીશ્રીએ શહેરની સ્વચ્છતાને હંમેશા જાળવવાનો સંકલ્પ કરવાનું આહવાન કરી વિકાસની નવી ઓળખ ઊભી કરી રહેલ ગાંધીનગરની થયેલ કાયાપલટની રૂપરેખા આપી હતી તેમજ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની નેમ વ્યક્ત કરી હતી.

 

રાજ્યના અર્બન ડેવલપમેન્ટનો નવો નકશો કંડારતા આ અવસરે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો તેમજ તમામ ઉપસ્થિત નાગરિકો દ્વારા રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું તેમજ મુખ્યમંત્રીશ્રીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી શહેરોમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી સાથેના વિકાસની હિમાયત કરી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like