કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજમાં ચેસમાં ચેમ્પ્સીન બની।
કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજમાં ચેસમાં ચેમ્પ્સીન બની.
વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિધાર્થીઑને શિક્ષણની સાથે દરેક ક્ષેત્રનું જ્ઞાન તેમજ તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના નેજા હેઠળ વી.બી.શાહ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમરોલી, સુરત ખાતે ઇન્ટર કોલેજ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજના ખેલાડી મિત્રોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં સદર કોલેજમાંથી જયસ્વાલ રોહિત (T.Y.B. Sc Chemistry), કૃણાલ શાહ (S.Y.B.sc Chemistry), પ્રચિત ત્રિવેદી (S.Y.B.Com), પાંડે અકિત (S.Y.B.Com) તેમજ પાંડે અભિષેક (T.V.B.Com) ની ટીમ ચેમ્પયન બની હતી . ચેસની તાલીમ કોલેજના શારિરીક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ર્ડો. મયુર પટેલે પૂરી પાડી હતી. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ર્ડો. પૂનમ બી.ચૌહાણે, પ્રાધ્યાપક તેમજ ખેલાડી મિત્રોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા માટે શૂભેરછા પાઠવી હતી ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating