સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્ધિ।
સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્ધિ તારીખ:૦૧/૦૯/૨૦૨૨ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જુન -૨૦૨૨ માં લેવાયેલી ત્રીજા વર્ષ બી. ફાર્મસીના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ:૩૦/૦૮/૨૦૨૨ મંગળવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ટોપ ટેનમાં પુજારી વંદના શિવા એ ૯.૪૪ સી.પી.આઈ. મેળવી સમગ્ર યુનિવર્સિટીમાં દશમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આવી ઝળહળતી સિધ્ધી બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના આધ્યસ્થાપક પરમ પૂજ્ય. પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating