સુરતમાં શિવસેનાની મહત્વપૂર્ણ બેઠક : સંગઠન મજબૂતી અને જનસેવા પર મંતવ્યો।

Views: 154
0 0

Read Time:2 Minute, 8 Second

સુરત, તા. ૪ ઓગસ્ટ:

શિવસેના ગુજરાત યુનિટ દ્વારા સુરત શહેરમાં આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના કાર્યકારી પ્રમુખ તેમજ વિવિધ પદાધિકારીઓએ ભાગ લીધો હતો.

 

આ બેઠકમાં પાર્ટીના નીતિ-નિયમો, અનુશાસન તથા હિંદુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરેજીની વિચારધારાને આધારે શિવસેનાનું કાર્ય વધુ મજબૂત અને લોકહિતમાં સક્રિય બનાવવાની દિશામાં ચર્ચા યોજાઈ હતી.

 

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા શિવસેનાના મુખ્ય નેતા શ્રી એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ અને પરદેશ ગુજરાત શિવસેના પ્રમુખશ્રી એસ. આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી.

 

બેઠકમાં આગામી મહાનગરપાલિકા અને નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વોર્ડ લેવલે મજબૂત બનાવવાનું, ભૂતપૂર્વ વોર્ડ પ્રમુખોની પુનર્નિમણૂક કરવા અને કાર્યકર્તાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓને વેગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

ગુજરાત રાજ્ય શિવસેના પ્રમુખશ્રીએ બેઠકમાં જણાવ્યું કે, “શિવસેના હંમેશા ગરીબ અને ન્યાય માટે સંઘર્ષ કરનારા લોકોને અવાજ આપતી રહી છે. બાલાસાહેબના વિચાર આધારે હિન્દુ સમાજના હિત માટે કાર્યરત રહીએ એજ શિવસેનાનું મૂળ ધ્યેય છે.”

 

બેઠક અંતે બાલાસાહેબ ઠાકરેના હિંદુ હૃદય સમ્રાટ તરીકેના વિચારોને શ્રદ્ધાંજલિરૂપે સ્મરી કાર્યકરોને સમાજમાં ન્યાય, હિંદુત્વ અને સેવાની ભાવનાને સમર્પિત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like