કેબીએસ એ નટરાજ કોલેજમાં અત્યાધુનિક ” થેમીસ (GTBL) રિસર્ચ લેબોરેટરી”નું ઉદ્ઘાટન થયું।

Views: 105
0 0

Read Time:2 Minute, 58 Second

વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા એ નટરાજ પ્રોફેસનલ સાયન્સીસ કોલેજ, વાપીમાં Gujarat Themis Biosyn Limited ના સહયોગથી રિસર્ચ એન્ડ્રુ ડેવલોપમેન્ટ માટેની અદ્યતન GTBL લેબોરેટરીનું ઉદ્ઘાટન શ્રી રજનીશ આનંદના હસ્તે તા.૦૪/૦૮/૨૦૨૫, સોમવાર ના રોજ થયું હતું. જે અદ્યતન સંશોધન અને વૈજ્ઞાનિક નવીનતા માટે સમર્પિત છે. શ્રી આનંદે તેમના સંબોધનમાં વિદ્યાર્થીઓ અને સંશોધકોમાં વૈજ્ઞાનિક સ્વભાવને પ્રોત્સાહન આપવા માટે આધુનિક લેબ.ના માળખાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે માઇક્રોબાયોલોજી અને સંલગ્ન વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાની પહેલની પણ પ્રશંસા કરી. શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ પણ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી એ.કે. શાહ સાહેબે શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સંશોધન-આધારિત વિકાસને ટેકો આપવા માટે GTBL નો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સંશોધન માટે કોલેજની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહિત કરતા નવી પ્રયોગશાળા માઇક્રોબાયોલોજી અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓના સંશોધન વિદ્વાનો માટે એક મહત્વપૂર્ણ સંસાધન તરીકે સેવા આપશે, તેમને વ્યવહારુ અનુભવ પ્રદાન કરશે અને આંતરશાખાકીય અભ્યાસને સરળ બનાવશે એવી પ્રબળ આશા વ્યક્ત કરી હતી. ઉદ્ઘાટનના કાર્યક્રમ પછી ઉપસ્થિત માઈક્રોબયોલોજીના પ્રાધ્યાપકોએ લેબમાં ઉપલબ્ધ દરેક સાધનો ની કાર્યશૈલી તથા ઉપયોગીતા વિષે ખુબ ઉડાણથી માહિતી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ફેકલ્ટ્રી સભ્યો, સંશોધન વિદ્વાનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જે સંસ્થાની વૈજ્ઞાનિક પ્રગતિ તરફની સફરમાં આ એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો. આમ કોલેજના શેક્ષણિક પથમાં અને ખાસ કરીને સંશોધન ક્ષેત્રે આધુનિક લેબની વ્યવસ્થા થતાં કોલેજના આચાર્યશ્રી ડૉ. પૂનમ બી.ચૌહાણે રીસર્ચ થેમીસનો (GTBL), સંસ્થાના ચેરમેનશ્રીનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીમિત્રો તેમજ સ્ટ્રાફગણને આ લેબનો વધુમાં વધુ ઉપયોગ કરીને જીવનમાં આગળ વધવા માટે આહવાન આપ્યું હતું।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like