વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓએ મેળવેલ વધુ એક સિદ્ધિ।
મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા આંતર શાળા સમૂહગાન અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની પંદર જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓએ સમૂહગાન મા ભાગ લઇ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રતિયોગિતામા ભાગ લેનાર શાળા ના વિદ્યાર્થીઓ અનુક્રમે સુબ્રિષ્ટી તલીત, સેવ્યા તિવારી,હર્ષ પંડયા, સિદ્ધાર્થ પાત્રો, સાંઈ બાપુ, રાજ ખીચડી, યજુર્વેદ મિશ્રા,ગમના સિંગ, રિષભ કુમાર યાદવ અને દેવ સિંગ હતા. જયારે રંગોળી સ્પર્ધા માં ધોરણ નવ ની વિદ્યાર્થીની તૃશા પ્રજાપતિ એ એકસો ચાર સ્પર્ધકો મા સ્પેશિયલ ઈનામ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating