વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું અભિયાન ચલાવી ફ્લેટધારકોને ઘરબેઠા કામગીરી કરી આપવામાં આવી હતી।

Views: 163
0 0

Read Time:2 Minute, 13 Second

મહાનગરપાલિકા કમિશ્નરશ્રી યોગેશ ચૌધરી દ્વારા નામ ટ્રાન્સફર માટે આવતી અરજીઓના નિકાલ માટે સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને કામગીરી ઝડપથી કરવા એક નવી પહેલ કરી મોટી સોસાયટીમાં અભિયાન ચલાવવા સૂચના આપવામાં આવી હતી. નાગરિકો કામધંધાની વ્યસ્તતા અને અન્ય કારણોથી નામ ટ્રાન્સફર કરાવવા કચેરી સુધી આવી શકતા ન હતા. આ અંગે નાયબ કમિશ્નરશ્રી અશ્વિન પાઠકના માર્ગદર્શનમાં ચલા ખાતે આવેલ ધ પાર્ક સોસાયટીમાં મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું અભિયાન સતત એક મહિનો ચલાવવામાં આવ્યું હતું. અને ૧૧૨ મિલકત ધારકોનું નામ ટ્રાન્સફર કરી આપી ફીની રૂ.૪.૭૦ લાખની તથા વેરાની રૂ.૬.૪૪ લાખ મળી કુલ રૂ.૧૧.૧૪ લાખની આવક પણ મેળવી હતી. ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરે ધ પાર્ક સોસાયટીમાં બિલ્ડર અલ્પેશ કાછડિયાના સહયોગથી દરેક ઘરે નામ ટ્રાન્સફરના ફોર્મનું વિતરણ કરાવી જરૂરી દસ્તાવેજી પુરાવાઓ તૈયાર કરાવ્યા હતા અને તેની ચકાસણી કરાવી ફી તથા વેરાની રકમ જણાવીને ભરાવી હતી. મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાના અભિયાનની પૂર્ણાહુતિએ સોસાયટીમાં મિલકતધારકોને નાયબ કમિશ્નરશ્રી અશ્વિન પાઠકના હસ્તે નવા નામનું આકારણીપત્રક આપવામાં આવ્યું હતું. રહીશોએ ઘરબેઠા સુવિધા મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. વાપી મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું વિશેષ અભિયાન ચલાવી નાગરિકોને ઘરબેઠા સુવિધા આપવા સાથે આવક મેળવી હતી. અગાઉ પણ જૂન માસમાં મિલકતધારકો ઘરઆંગણે વેરો ભરીને રીબેટ યોજનાનો લાભ લઈ શકે એ માટે કેમ્પ રાખવામાં આવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like