રોફેલ આર્ટસ એ કોમર્સ કોલેજ, વાપીમાં તારીખ 11/09/2025 ના રોજ થી 13/09/2025 દરમિયાન ત્રિદિવસીય ફેકલ્ટ્રી ડેવેલોમેંટ પ્રોગ્રામ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું।
આજરોજ તા.11/09/2025ના દિવસે સવારે 9.30 કલાકે વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી અશ્વિભાઇ પાઠકજી તેમજ તજજ્ઞ તરીકે પધારેલ ભૂતપૂર્વ પ્રો વાઇસ ચાન્સેલર, VNSGU, સુરત, ભૂતપૂર્વ પ્રો વાઇસ ચાન્સેલર, આત્મીય યુનિવર્સિટી, રાજકોટ ના ડો.જયેશ વસંતરાવ દેશકરના આગેવાની હેઠળ તેમજ અન્ય મહેમાંનો રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી ના ડીન ડૉ. કેદરા શુક્લ, ઇન ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. પ્રિયકાંત વેદ, આર.કે દેસાઇ કોલેજના ડૉ. મિત્તલ શાહ ની ઉપસ્થિતિ માં કાર્યક્રમની ભવ્ર શરુવાત થઈ. કોલેજના આચાર્યા ડૉ. હેમાલી દેસાઇએ મહમનોનો વિગતવાર પરિચય સહિત આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરી, ારબાદ વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરી વાપી શહેરની આજુબાજુની કોલેજના 60 થી વધુ પ્રધ્યાપકો કે જેમને આ ફેકલ્ટી ડેવલપમેંટ વર્કશોપ માં ભાગ લીધો છે, તેમને પ્રોત્સાહન પૂરું પડ્યું. તેમજ શિક્ષક અને શિક્ષણ સમાજના ઉપયોગી અંગ છે એ વિભાવના સાથે કાર્યક્રમ ની શોભામાં અભિવૃધ્ધિ કરી।
Average Rating