અથર્વ પબ્લિક સ્કૂલનું ગૌરવ – ત્રીજા વર્ષે સતત ફાઇનલમાં પ્રવેશ।
વાપી : મેરિલ એકેડમી, ચલા ખાતે તક્ષશિલા ઓડિટોરિયમમાં “મેગા સ્ટુડન્ટ ટીચર એવોર્ડ 3.0” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વાપીની અથર્વ પબ્લિક સ્કૂલની ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની દીપાંસી ગોડ એ “3D Printing Human Organ” વિષય પર પ્રેઝન્ટેશન આપીને ફાઇનલિસ્ટ બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો.
એવોર્ડ એનાયત કરવાનો માનનીય પ્રસંગ પદ્મશ્રી ગફુરભાઈ બિલાખિયા, શ્રી મિતેશ પટેલ તથા શ્રીમતી ભારતીબેન સુમરીયાના હસ્તે યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી – વલસાડ શ્રી અતિરાગ ચૅપ્લોટ (IAS) તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે પદ્મશ્રી ગફુરભાઈ બિલાખિયા ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ નોંધનીય છે કે અથર્વ પબ્લિક સ્કૂલ સતત ત્રીજા વર્ષે આ એવોર્ડમાં ફાઇનલ સુધી પહોંચ્યું છે. આ સિદ્ધિ શાળાના શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓની પ્રતિભા તથા શિક્ષકોની નિષ્ઠાનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.
શાળાના ટ્રસ્ટી શ્રી સંજીવ સર તથા ડિરેક્ટર-પ્રિન્સિપલ શ્રીમતી લીના મેડમ બોસરેએ દીપાંસીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે – “વિદ્યાર્થીઓમાં નવીનતા અને સર્જનાત્મકતા જ સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. અથર્વ પરિવાર માટે આ ગૌરવની ક્ષણ છે.”
શિક્ષક મંડળીએ પણ દીપાંસીને અભિનંદન પાઠવતાં ઉમેર્યું કે આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે।
Average Rating