કેબીએસ એ નટરાજ કોલેજના વિદ્યાર્થીઓ ચેસ ટુર્નામેન્ટમાં નેશનલ લેવલે ઝળક્યા।।

Views: 115
0 0

Read Time:2 Minute, 0 Second

વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમરીયા કોમર્સ એન્ડ્ર નટરાજ પ્રોફેસનલ સાયન્સીસ કોલેજ, વાપીમાં રમત ક્ષેત્રમાં વિશેષ તાલીમ આપવામાં આવે છે. નેશનલ લેવલની FIDE ઇવેન્ટની, N.H. ગોયલ વર્લ્ડ સ્કુલ રાયપુર, છતીશગઢ ખાતે યોજાયેલ I.M. સાગર શાહ વિઝનરી ચેસ ટ્રોફી ૨૦૨૫માં સદર કોલેજના વિદ્યાર્થીઓ નિમેશ ઝા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રૂ.૧૫૦૦૦ હજાર રોકડ ઇનામ તથા અભિષેક રે F. Y.BBA દ્વિતીય સ્થાન સાથે રૂ.૧૫૦૦૦ હજાર રોકડ ઇનામ પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતા કોલેજ પ્રાંગણમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ ઉત્કૃષ્ટ વિજય અભિષેકની અસાધારણ પ્રતિભા, વ્યૂહાત્મક પ્રતિભા અને ચેસની રમત પ્રત્યેના સમર્પણને ઉજાગર કરે છે. દેશભરના કુશળ સહભાગીઓ સામે સ્પર્ધા કરીને, તેણે ચેમ્પિયન બનવા માટે નોંધપાત્ર ધ્યાન અને નિશ્ચય દર્શાવ્યો. રમતની તાલીમ તેમજ સમગ્ર માર્ગદર્શન કોલેજના રમત ગમતના મદદનીશ પ્રાધ્યાપક ડૉ.મયુર પટેલ તેમજ રોહિત સિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ પ્રાપ્ત થતા અને કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થીઓનો તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કરી અભિનંદન આપતા ભવિષ્યની ટુર્નામેન્ટ્સાં તેને સતત સફળતા મળે તેમજ જીવનમાં આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like