વાપી ની જનતા ના દુઃખ ને ધ્યાન માં લઈ વાપી કોંગ્રેસ પરિવાર તરફ થી એક દિવસ નું અનશન નું કાર્યક્રમ કરવા માં આવ્યું।
વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા વાપી ના ચાર અધૂરા રેલવે ઓવર બ્રિજ ના કામો, જે છેલ્લા 3 વર્ષો થી અધર તાલ પડ્યા છે, અને વાપી ના રસ્તાઓ જે ખુબજ ખરાબ હાલત માં છે, જેને લઈ ને વાપી ની જનતા ખુબજ દુઃખી છે.
વાપી ની જનતા ના દુઃખ ને ધ્યાન માં લઈ વાપી કોંગ્રેસ પરિવાર તરફ થી એક દિવસ નું અનશન નું કાર્યક્રમ કરવા માં આવ્યું, અને ચેતવણી પણ આપી છે, કે જો આ બધા કામો ક્યારે પૂરા નહીં થાય એનું શ્વેત પત્ર બહાર ન પાડવા માં આવ્યું તો વાપી કોંગ્રેસ પરિવાર આમરણ અનશન પર ઉતરશે, જેમાં મુખ્ય વાપી શહેર પ્રમુખ નિમેશ વશી, વિપક્ષ નેતા ખંડુભાઈ પટેલ, વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંગ ઠાકુર, વલસાડ જિલ્લા પ્રમુખ કિસન ભાઈ પટેલ, વલસાડ જિલ્લા સેક્રેટરી ફરહાન બોગા, વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કન્વેનર અમિત કામલે સાથે મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા।
Average Rating