ધી નેશનલ એજ્યુકેશન સંચાલિત શ્રી કે. ડી. બોરલાઈવાલા હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી।
ધી નેશનલ એજ્યુકેશન સંચાલિત શ્રી કે. ડી. બોરલાઈવાલા હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા, સરીગામનાં બ્રાન્ચ મેનેજર અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી તેમણે શિક્ષકોનું મોં મીઠું કરાવી સન્માન કર્યું આજના કાર્યક્રમમાં નેશનલ એજ્યુકેશન સંચાલિત ચાલતી તમામ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો હાજર રહ્યા હતાં. શાળામાં બાળકો શિક્ષક બનીને આવ્યા હતાં બાળકોએ આજે સ્વયં શિક્ષણકાર્ય કરી શિક્ષકદિનની ઉજવણી ખૂબ જ સરસ રીતે કરી હતી. ધી નેશનલ એજ્યુકેશન સોસાયટીના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કુંતેશભાઈ ભટ્ટે પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્યા શ્રીમતી ધરાબેને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું તેમજ પ્રોત્સાહિત કર્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating