આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસ નિમિત્તે ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી.।

Views: 496
1 0

Read Time:2 Minute, 33 Second

આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસ નિમિત્તે ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી….. આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં તારીખ ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસ નિમિત્તે સાંસ્કૃતિક કમિટીના નેજા હેઠળ ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. ચાણક્ય એ પણ કહ્યું છે ને “शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं.” આ શબ્દો જ શિક્ષકની અસાધારણ વિશેષતાઓને પ્રતિબિંબિત કરે છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી ડૉ. પ્રીતિબેન ચૌહાણ, ડૉ. મિત્તલ શાહ, ડો.અમી ઓઝા, ડો.શીતલ ગાંધીએ શિક્ષક દિવસ નિમિત્તે વક્તવ્ય આપી કોલેજના સમગ્ર વિદ્યાર્થીઓ ને આશીર્વચનો પાઠવ્યા હતા. ત્યારબાદ “શિક્ષકનું મહત્વ” દર્શાવતું સુંદર નાટક વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જે સૌ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે બધા જ પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ પોતાના આશીર્વચનો તથા અનુભવ રજૂ કર્યા અને આ રીતે કાર્યક્રમનું સુંદર અને જ્ઞાન સભર અંત થયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન સંસ્થાના સાંસ્કૃતિક કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. શીતલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા હતા.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like