આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન અપાવવા “PM SVANidhi” યોજના માર્ચ, 2030 સુધી લાગુ કરવામાં આવેલ છે।
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન અપાવવા “PM SVANidhi” યોજના માર્ચ, 2030 સુધી લાગુ કરવામાં આવેલ છે।
જે અન્વયે MoHUA દ્વારા PM SVANidhi યોજના હેઠળ ફૂડ સેફટી એ સ્ટ્રાર્ડ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના સહયોગથી વાપી મહાનગરપાલિકા દ્વારા આજ રોજ તા.૨૪/૦૯/૨૦૨૫ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આસ્થા સોલંકીના માર્ગદર્શન હેઠળ પદ્મભૂષણ રજ્જુશ્રોફ ઓડિટોરિયમ ખાતે ખોરાક સલામતી અને સ્વછતા અંગે “સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ” યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ છે. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તથા દીપ પ્રાગટ્ય કરી સદર તાલીમ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. તાલીમ કાર્યક્રમ અંગેની પ્રાસંગિક રૂપ રેખા યુસીડી મેનેજર શ્રી રામચંદ્ર દેસાઇએ આપી હતી. FSSAI માથી આવેલ ધ્વનિબેન અરોરાએ સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને ખુબજ સુંદર રીતે તાલીમ આપી હતી અને સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને ખોરાક માટે સ્વછતા અને સલામતી અપનાવે અને તેવા વ્યવહાર માટે પ્રોત્સાહિત કરી જાહેર આરોગ્યમાં સુધારો થાય અને સ્ટ્રીટ ફૂડ પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ વધી શકે તે રીતની સમજ આપવામાં આવેલ છે. અને તાલીમ દરમ્યાન ઉપસ્થિત સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને પોતાના મંતવ્ય રજૂ કરવા અને તેઓ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની માહિતી પૂરી પાડવા ખુલ્લુ મંચ પૂરું પાડયું હતું. સદરહુ કાર્યક્ર્મમાં વાપી મનપાના અધિકારીઓએ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યકર્મને સફળ બનાવેલ છે. સડહુ તાલીમ બાદ ભાગ લેનાર તમામ શેરી ફેરિયાઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ. સદરહુ કાર્યક્રમનુ સફળ સંચાલન શ્રી રામચંદ્ર દેસાઇ અને રાકેશભાઈ ઠક્કરે કર્યું હતું
Average Rating