વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો।

Views: 368
1 0

Read Time:3 Minute, 3 Second

વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકોતારીખ: ૦૭/૦૯/૨૦૨૨ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વર્તુળ વિભાગ, ગાંધીનગર પ્રેરિત અને વલસાડ જિલ્લા રમત ગમત કચેરી આયોજિત વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિવિધ કૃતિઓમાં ભાગ લીધો હતો. જે પૈકી ચાર કૃતિઓમાં વિજેતાક્રમ પ્રાપ્ત કરી તાલુકામાં ડંકો વગાડ્યો છે.વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવના પ્રથમ ક્રમે વિજેતા બનેલામાં દિવ્યા વાઘમશી અને તેનું વૃંદનો લગ્નગીતમાં, નિશાંત પ્રવીણભાઈ પ્રજાપતિ-હાર્મોનિયમ, તનિષ્કા આંમબેકર- કથ્થકમાં સમાવેશ થાય છે, બીજા ક્રમે વિજેતામાં આસિસ્ટન્ટ પ્રોફેસર શેતલ ભરતભાઈ દેસાઈ એક પાત્રીય અભિનયમાં, વિધિ જીગ્નેશભાઇ સંચનીયા એક પાત્રીય અભિનયમાં, ક્રિષા એન. રાજપૂત અને તેનું વૃંદ ગરબામાં, ધ્રુવ સુજીતકુમાર સોમ -ઓર્ગનમાં સામવેશ થાય છે તદુપરાંત ત્રીજા ક્રમે વિજેતામાં અનુષ્કા વિજય જાધવનો દોહા છંદ ચોપાયમાં, સાંઈ શુભમ બિસ્વાલ – સુગમ સંગીતમાં સમાવેશ થાય છે. પ્રથમક્રમે વિજેતા થનાર હવે પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.આ સિધ્ધિ બદલ તમામ વિજેતાઓને શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, આચાર્યશ્રી ચંદ્રવદન પટેલ, આચાર્યશ્રી શ્રીમતી મીનલ દેસાઈ, આચાર્યશ્રી આશા દામા, આચાર્યશ્રી રીનાબેન દેસાઈ, આચાર્યશ્રી દક્ષાબેન પટેલ, આચાર્યશ્રી નીતુ સિંગ અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like