આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન અપાવવા “PM SVANidhi” યોજના માર્ચ, 2030 સુધી લાગુ કરવામાં આવેલ છે।

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન અપાવવા “PM SVANidhi” યોજના માર્ચ, 2030 સુધી લાગુ કરવામાં આવેલ છે. જે અન્વયે MoHUA દ્વારા PM SVANidhi યોજના હેઠળ તા.૩૦/૦૯/૨૦૨૫ અને તા.૦૧/૧૦/૨૦૨૫ ના રોજ વાપી મહાનગરપાલિકા દ્વારા નાયબ કમિશ્નરશ્રી આસ્થા સોલંકીના માર્ગદર્શન હેઠળ લોક કલ્યાણ મેળો યોજવામાં આવેલ. જેનો મુખ્ય ઉદ્દેશ શેરી ફેરીયાઓને PM SVANidhi યોજના હેઠળ લોન અપાવવી ફેરિયાઓનો સર્વાંગી વિકાસ થાય અને તેમના પરિવારના સભ્યોને “સ્વનીધી થી સમૃદ્ધિ” કાર્યક્રમ હેઠળ પાત્રતાના આધારે ભારત સરકારશ્રીના નિયત કરેલ કુલ ૮ યોજનાઓનો લાભઆપવાનો છે.જે અંતર્ગત ઉપરોક્ત બંને દિવસોમાં મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓએ ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક રૂપ રેખા યુસીડી મેનેજર શ્રી રામચંદ્ર દેસાઇએ આપી હતી.જેમાં તેઓએ શેરી ફેરીયાઓને સરકારશ્રીની PM SVANidhi યોજનાની વિસ્તૃત માહિતી આપી ફેરીયાઓને ક્રમશ: ૧૫,૦૦૦,૨૫,૦૦૦ અને ૫૦,૦૦૦ સુધીની લોન મળવા પાત્ર થતી હોય લોનનો લાભ લઇ પોતાનું જીવનાર સુધારવાની તક લેવા જણાવવામાં આવ્યું. તેમજ સદરહુ યોજનાનો લાભ લઇ ફેરીયાઓને આત્મનિર્ભર થવા સુચન કરવામાં આવ્યું અને બંને દિવસો દરમિયાન સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરાવી લોન માટે જરૂરી સુવિધા બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ હોવાનું જણાવી તમામને યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી.સદરહુ કાર્યક્રમ દરમિયાન વિવિધ બેંકો દ્વારા સ્થળ ઉપર જ અરજદાર પાસેથી ફોર્મ ભરાવી લોન માટેની કાર્યવાહી કરવામાં આવી.જેમાં ૨ દિવસ મળીને કુલ ૧૧ લાભાર્થીની લોન મંજુર કરવામાં આવી અને બીજા કુલ ૧૦ લાભાર્થીઓને તેઓની લોન મંજુર કરી તેઓના ખાતામાં પૈસા જમા આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. સદર કાર્યક્રમ દરમિયાન બેન્કના અધિકારીઓ દ્વારા ફેરીયાઓને ડિજિટલ પેમેન્ટ બાબતે પુરતી સમજ આપી ડિજિટલ પેમેન્દ્ ઉપર ભાર મુકવા જણાવવા માં આવ્યુ.સદરહુ કાર્યક્રમ દરમિયાન સમાજ સંગઠક વીણાબેન કહાર, ટેક્ષ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ એસ્ટ્રેટ વિભાગના નિકુંજ ગામીત તથા અન્ત અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ છે।
Average Rating