લાયન્સ ઇન્ટરનેશનલ રીજન VI તરફથી માનસિક આરોગ્ય માટે જાગૃતિનો પ્રભાવશાળી કાર્યક્રમ।

લાયન્સ ઇન્ટરનેશનલ રીજન VI પરિવાર દ્વારા બ્રહ્માકુમારી વાપીના સહયોગથી “સ્વસ્થ મન, શક્તિશાળી જીવન” વિષય પર માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું.આ કાર્યક્રમ રીજન ચેરપર્સન લાયન સંજીવ બોર્સેના નેતૃત્વ હેઠળ યોજાયો, જેમાં રીજનના 15 લાયન્સ ક્લબ્સે ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમનું ઉદ્ઘાટન ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હેમલ પટેલના હસ્તે થયું.મુખ્ય વક્તા બ્રહ્માકુમારી રશ્મીબેને મનની શાંતિ અને માનસિક સંતુલન જાળવવાની કળા પર અસરકારક માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે વિચાર ધારા બદલે તો જીવન બદલાય છે — નકારાત્મકતાની જગ્યાએ કૃતજ્ઞતા, સકારાત્મકતા અને સ્વ-જાગૃતિ અપનાવવી એ જ સાચી માનસિક તંદુરસ્તી છે. રોજના થોડા મિનિટ પોતાના મન સાથે વાત કરવાનો સમય આપવો એ જીવનમાં ઊર્જા, આત્મવિશ્વાસ અને આનંદ લાવે છે.કાર્યક્રમનો અંત બ્રહ્માકુમારી અંજલિબેનના માર્ગદર્શન હેઠળ ધ્યાન સત્રથી થયો, જ્યાં ઉપસ્થિત સૌએ આંતરિક શાંતિ અને આત્મસંતુલનનો અનુભવ કર્યો।લાયન્સ ઇન્ટરનેશનલના પ્રમુખ લાયન એ. પી. સિંહે 4 થી 12 ઓક્ટોબરને માનસિક આરોગ્ય જાગૃતિ સપ્તાહ તરીકે જાહેર કરી વિશ્વભરના લાયન્સને સુખ અને સંતુલનનો સંદેશ આપ્યો.કાર્યક્રમમાં PDG લાયન પી. ડી. ખેડકર, લાયન સંજીવ કેસરવાણી, લાયન રામસિંહ દેસાઈ, લાયન ગિરિશ પટેલ, લાયન લીના બોર્સે, લાયન મીનક્ષી કેસરવાણી, લાયન દર્શન તુરકિયા, ZC લાયન ચિરાગ પટેલ, લાયન સંધ્યા ચિતોડકર, તેમજ વિવિધ ક્લબ પ્રમુખો અને DCs ઉપસ્થિત રહ્યાવિશેષ આભાર તરુણભાઈ, ચંદાબેન અને બ્રહ્માકુમારી સેન્ટરના સેવાભાવી વોલન્ટિયર્સનો, જેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સક્રિય સહયોગ અને ઉપસ્થિતિ આપી.આ કાર્યક્રમ એ સ્પષ્ટ સંદેશ આપ્યો — સંતુલિત મન જ શક્તિશાળી જીવન અને સુખી સમાજની સાચી પાયાની ચાવી છે।
Average Rating