આર.કે દેસાઈ કોલેજ કેમ્પસમાં D.El.Ed. કોર્ષનો શુભારંભ।

આર.કે દેસાઈ કોલેજ કેમ્પસમાં D.El.Ed. કોર્ષનો શુભારંભ।
Views: 268
1 0

Read Time:2 Minute, 24 Second

આર . કે. દેસાઈ કોલેજ પરિવારના આદ્ય સ્થાપક સ્વ. શ્રી. આર. કે. દેસાઈ તથા શ્રીમતી કે. આર. દેસાઈ ના આશીર્વાદ થકી શ્રીમતી કે. આર. દેસાઈ કોલેજ ઓફ પી.ટી.સી.એ ચાલુ શૈક્ષણિક વર્ષ 2025 – 26 થી ગૌરવવંતી યાત્રા નો શુભારંભ કર્યો છે. આ પ્રસંગે પી.ટી.સી. કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી સરોજબેન પટેલે તાલીમાર્થીની બહેનોને શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. ઈ.ચા. પ્રિ. ડો. શીતલ ગાંધી સાહેબે પી.ટી.સી કોલેજની ગૌરવંતી યાત્રાને બિરદાવી હતી. આ ઉપરાંત, D.Ed.Ed. અભ્યાસક્રમ ના પ્રથમ દિવસે તાલીમાર્થી બહેનોને ડો. સારિકા પટેલ દ્વારા કુમકુમ તિલક તથા નોટબુક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રિ. ડો.પ્રીતિ ચૌહાણ દ્વારા આભાર વ્યક્ત થયો હતો. આ પ્રસંગે સંસ્થાના ચેરમેનશ્રી મીલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો. મિતલ શાહ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. શ્રીમતી કે. આર. દેસાઈ કોલેજ ઓફ પી.ટી.સી. આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શિક્ષકોને ટ્રેનિંગ આપતી કોલેજ છે. NCTE દ્વારા માન્યતા પ્રાપ્ત આ કોલેજ ને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર તરફથી સફળતાપૂર્વક એડમિશન પ્રાપ્ત થયેલ છે. આ સંસ્થા વર્ષ 2003-2004 માં શરૂ થઈ હતી ભૂતકાળમાં આ પી.ટી.સી.કોલેજે ખુબ સુંદર કામગીરી કરી છે . ચાલુ શૈક્ષણિક વર્ષ 2025 -2026 થી આ પીટીસી કોલેજ ફરી સક્રિય બની છે, જેના થકી વાપી વલસાડ વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મહત્વની તક પૂરી પાડવામાં મદદરૂપ થશે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like