વાપી મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશ્નર શ્રી તથા સીટી ઈજનેરના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુ પૂર્ણ થતા જ નગરજનોને સારા રસ્તાની સુવિધા મળે તે હેતુસર તુરંત જ ચોમાસા દરમ્યાન નુકશાન થયેલ રસ્તાઓના પેચર્વકની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ।

વાપી મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશ્નર શ્રી તથા સીટી ઈજનેરના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુ પૂર્ણ થતા જ નગરજનોને સારા રસ્તાની સુવિધા મળે તે હેતુસર તુરંત જ ચોમાસા દરમ્યાન નુકશાન થયેલ રસ્તાઓના પેચર્વકની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ।
Views: 179
1 0

Read Time:2 Minute, 46 Second

વાપી મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશ્નર શ્રી તથા સીટી ઈજનેરના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુ પૂર્ણ થતા જ નગરજનોને સારા રસ્તાની સુવિધા મળે તે હેતુસર તુરંત જ ચોમાસા દરમ્યાન નુકશાન થયેલ રસ્તાઓના પેચર્વકની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ। અને અત્યાર સુધીમાં કુલ ૪૪૧૬.૦૦ મેટ્રિક ટન બીટુમીનસ મટીરીયલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ છે. તથા કેપિટલ વર્ક તરીકે અંદાજે ૨૧૫૦૭.૦૦ મેટ્રિક ટન બીટુમીનસ મટીરીયલનાં ૧૫.૫૦ કી.મી. રોડ બનાવવામાં આવેલ. જે પૈકી ચોમાસા પહેલા મુખ્યત્વે સોમનાથ વટાર થી પાતલીયાને જોડતો મુખ્ય માર્ગ, છરવાડા થી સલવાવને જોડતો મુખ્ય માર્ગ, હનુમાન મંદિર થી જનસેવા થઈ કચીગામને જોડતો મુખ્ય માર્ગ, ભોપાલીનગરી વિસ્તારના તમામ રસ્તાઓ, કબ્રસ્તાન રોડ, ધરમસિંહ પાર્ક, ક્રિષ્ના કોલોની મુખ્ય તથા આંતરિક રોડ, વૈશાલી સિનેમા રોડ, કુંભારવાડ, મેઘમયુર, સિધ્ધનાથ મંદિર રોડ, કંચનનગર વિગેરે રસ્તાઓ પૂર્ણ કરવામાં આવેલ જે હાલ ચોમાસા બાદ સારી સ્થિતિમાં છે. તથા ચોમાસા ઋતુ બાદ યુધ્ધનાં ધોરણે રોડ નવીનીકરણની કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવેલ જે પૈકી મુખ્યત્વે છીરી થી છરવાડાને જોડતો મુખ્ય માર્ગ, ગાંધી સર્કલ થી હોટલ પેપીલોન સુધીનો કોપરલી રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.વધુમાં વાપી મહાનગરપાલિકા દ્વારા રસ્તા નવીનીકરણ બાબતે કરવામાં આવેલ આયોજન પૈકી પ્રથમ તબક્કામાં રીસરફેસિંગને લગતા તમામ કામો ડીસેમ્બર અંતિત પૂર્ણ કરવામાં આવશે. તથા બેઝવર્ક અને સ્ટ્રોમ વોટર સહિતના રોડના કામો આગામી માર્ચ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.માન. કમિશ્નરશ્રી દ્વારા હાલ પ્રગતિ હેઠળના કામોનું ચાલુ કામ દરમ્યાન સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું. શહેરના માર્ગો વધુ સક્ષમ, સુરક્ષિત અને સુગમ બને તે હેતુસર ગુણવત્તા યુકત કામગીરી કરવા બાબતે વિશેષ ભાર મુકવામાં આવ્યો।

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
50 %
Surprise
Surprise
0 %

You may also like