શહેરી વિકાસ વર્ષ 2025′ ની ઉજવણી અંતર્ગત, રાજકોટ મહાનગરપાલિકાના અંદાજે રૂ. 545 કરોડથી વધુના જનકલ્યાણકારી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું।

શહેરી વિકાસ વર્ષ 2025′ ની ઉજવણી અંતર્ગત, રાજકોટ મહાનગરપાલિકાના અંદાજે રૂ. 545 કરોડથી વધુના જનકલ્યાણકારી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું।
Views: 253
1 0

Read Time:2 Minute, 18 Second

શહેરી વિકાસ વર્ષ 2025′ ની ઉજવણી અંતર્ગત, રાજકોટ મહાનગરપાલિકાના અંદાજે રૂ. 545 કરોડથી વધુના જનકલ્યાણકારી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું।આ અવસરે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા 709 આવાસોની ફાળવણી માટેનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો સંપન્ન થયો. આવાસ પ્રાપ્ત કરનાર સૌ પરિવારોને સુખમય જીવનની શુભકામના પાઠવું છું. આ ઉપરાંત, આ અવસરે રાજકોટ શહેરના સુદ્રઢ વિકાસની સાથે ભવિષ્યના આયોજનને દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું.સમગ્ર ગુજરાત જ્યારે શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે શહેરી વિકાસને ગતિ આપતા આ પ્રકલ્પો રાજકોટવાસીઓ માટે ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરનારા બની રહેશે.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે વર્ષ 2005માં ‘શહેરી વિકાસ વર્ષ’ની ઉજવણી શરૂ કરાવીને શહેરી વ્યવસ્થાપનની પરિભાષા બદલી દીધી હતી. શહેરીકરણના પડકારોને એક સમસ્યા નહીં, પરંતુ પ્રગતિ અને પરિવર્તનના અવસર તરીકે જોવાના તેઓના અભિગમ પર ગુજરાત સરકાર હરહંમેશ કાર્યરત રહી છે. રાજ્યમાં શહેરી વિકાસ હવે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ કરવા સુધી સીમિત ન રહેતા નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનું મિશન બન્યું છે.રાજકોટમાં થઈ રહેલા આ સર્વસમાવેશક વિકાસકાર્યો લોકોને આર્થિક સમૃદ્ધિ સાથે ઉત્તમ જીવનશૈલીની સુવિધા પણ પૂરી પાડી રહ્યા છે.રાજકોટ આ જ ગતિએ વિકાસના પથ પર આગળ વધીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે તેવો વિશ્વાસ આ અવસરે વ્યક્ત કર્યો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like