નારગોલ ગ્રામ પંચાયત કચેરીનું મકાન નિર્માણ કાર્ય આજરોજ શરૂ કરાયું।

નારગોલ ગ્રામ પંચાયત કચેરીનું મકાન નિર્માણ કાર્ય આજરોજ શરૂ કરાયું।
Views: 149
1 0

Read Time:1 Minute, 58 Second

નારગોલ ગ્રામ પંચાયતનું મકાન વર્ષો જૂનું હોવાથી પંચાયતનું નવું મકાન નિર્માણ કરવામાં આવે તેવી લાંબા સમયથી માંગ હતી. વર્ષ ૨૦૧૦માં ગ્રામ પંચાયત કચેરી મુખ્ય કચેરીની બાજુમાં આવેલ તલાટી આવાસને મરામત કરી પંચાયત કચેરી તરીકે વાપરવામાં આવી રહી હતી. સરકારમાં ગ્રામ પંચાયત સરપંચ સ્વીટી ભંડારી દ્વારા કરેલી દરખાસ્ત આધારે સરકાર દ્વારા ગ્રામ પંચાયત નારગોલની નવી કચેરી માટે ૩૮ લાખ જેટલી રકમ મંજુર થતા આજરોજ ગ્રામ પંચાયત કચેરીનું નવું મકાનનું ભૂમિ પૂજન ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવ, તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન ધુમાડા, દીપકભાઈ મિસ્ત્રી, માજી તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, ગામના માજી સરપંચો, વિવિધ સમાજના આગેવાનો, પંચાયત સભ્યો, ગ્રામજનોની હાજરી જોવા મળી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ગામના સરપંચ સ્વીટી ભંડારી અને પંચાયત સભ્યો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુંછથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મયુર મહારાજ દ્વારા વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂંજન કરાવી મકાન નિર્માણ કાર્યનો પ્રારંભ કરાયો છે.ટૂંક સમયની અંદર નારગોલ ગામની પ્રજાને નવી ગ્રામ પંચાયત કચેરીનો લાભ મળતો થશે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like