સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટુર્નામેન્ટ માટે ગુજરાતમાંથી હેમાંગ પટેલ અને ઉમંગ ટંડેલની પસંદગી।

સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટુર્નામેન્ટ માટે ગુજરાતમાંથી હેમાંગ પટેલ અને ઉમંગ ટંડેલની પસંદગી।હેમાંગ અને ઉમંગ મુસ્તાક અલી ટી-૨૦ દ્વારા આઈપીએલની સફર કરી શકે છે. (ક્રિકેટ કોચ ભગૂ પટેલ)બીસીસીઆઈ દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ઇન્ટર-સ્ટેટ સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૬ નવેમ્બરથી શરૂ થવાની છે, જેમાં દમણના આશાસ્પદ યુવા પ્રતિભાઓ ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત ટીમ માં ભારતીય ટીમ તરફથી રમતા હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ અને આઈપીએલમાં ચેન્નાઈ ટીમ તરફથી રમતા ઉર્વિલ પટેલ જેવા ખેલાડીઓ રમતા જોવા મળસે. ગુજરાત હૈદરાબાદના સ્ટેડિયમમાં સર્વિસિસ, બરોડા, હિમાચલ પ્રદેશ, પોંડિચેરી, હરિયાણા, પંજાબ અને બંગાળ જેવી ટીમો સામે લીગ મેચ રમશે. ક્રિકેટ કોચ ભગૂ પટેલે હેમાંગ અને ઉમંગ ની પસંદગી બદલ એમને અભિનંદન આપ્યા છે અને ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે મારા બંને તાલીમાર્થી હેમાંગ અને ઉમંગ ખૂબ જ સારા ઓલરાઉન્ડર છે જેઓ T-20 જેવી સ્પર્ધાઓમાં સારી રમત બતાવીને તેમની ટીમને જીત અપાવવામાં સક્ષમ છે અને બંનેએ ઘણી મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. વધુમાં, ક્રિકેટ કોચ ભાગુ પટેલે કહ્યું છે કે હેમાંગ અને ઉમંગ મારા બે એવા તાલીમાર્થી છે જેમણે BCCI દ્વારા આયોજિત તમામ ક્રિકેટ સ્પર્ધાઓ જેમ કે અંડર 16, 19, 23, 25, રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુસ્તાક અલી T-20 રમી છે જે દમણ ના ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે અને આજે હેમાંગ અને ઉમંગ ગુજરાત ટીમના એક સારા એવા ખેલાડી તરીકે ની આગવી ઓળખ ધરાવે છે. વધુમાં, ક્રિકેટ કોચ ભગૂ પટેલે કહ્યું છે કે હેમાંગ અને ઉમંગ પર ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મૂકવામાં આવેલા વિશ્વાસ પર ખરા ઉતરશે અને ગુજરાત ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હેમાંગ અને ઉમંગની પસંદગીથી દમણના તમામ ક્રિકેટ પ્રેમીઓ, તેમના ચાહકો અને તેમના પરિવારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે।
Average Rating