વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાનુ ગૌરવ ।

રમતગમત વિભાગ દ્વારા “સાંસદ ખેલ મહોત્સવ -2025” અંતર્ગત અંડર 14 બહેનો માટે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ અનુક્રમે અદિતિ શર્મા, અંકિતા માલી, અર્પિતા સીંગ, જિયા ભાનુશાલી, પરિધી પાટીલ, સુનિતા શેખાવત,ઈન્દ્રાયુષી ત્રિપાઠી, આરાધ્યા તિવારી,અહન્યા યાદવે સ્પર્ધામાં ભાગ લઇ અને પ્રથમ રનર્સ અપ રહી ₹15000 રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરી શાળા ને ગૌરવ અપાવ્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમના કોચ શ્રી વિજય યાદવ ને અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating