મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નવસારી જિલ્લા અને મહાનગરપાલિકાના, માર્ગ વાહનવ્યવહાર નિગમ તથા મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSRDC) સહિત વિવિધ વિભાગોના અંદાજે ₹475 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા।

Views: 278
1 0

Read Time:2 Minute, 1 Second

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે નવસારી મહાનગરપાલિકાના વિકાસલક્ષી કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનો ₹284 કરોડનો ચેક નવસારીના મ્યુનિસિપલ કમિશનરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત નવસારી મહાનગરપાલિકાને મળેલી નાણાકીય સહાયથી નગરજનોની સેવામાં કાર્યરત કરવામાં આવનાર સિટી બસો તેમજ ‘સ્વચ્છ ભારત મિશન 2.0’ અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન માટેના વાહનોને ફ્લેગ-ઓફ કરાવી લોકાર્પણ કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘નાગરિક દેવો ભવઃ’ના મંત્ર સાથે લોકહિતના અને જનસુખાકારીના કામોને એક નવી દિશા આપી છે. તેમણે સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપનના માધ્યમથી વધતા શહેરી વિકાસ અંગે સૌને માહિતગાર કરી, માનનીય વડાપ્રધાનશ્રીના ‘સ્વચ્છ ભારત’ અને ‘કેચ ધ રેઈન’ અભિયાનમાં નવસારી મહાનગરપાલિકાની કામગીરીને બિરદાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના શહેરોને આર્થિક ગતિવિધિના મહત્ત્વનાં કેન્દ્રો ગણાવી, શહેરી વિકાસના હોલિસ્ટિક ડેવલપમેન્ટ થકી તેમજ સ્વદેશી વસ્તુઓના વધુને વધુ ઉપયોગ દ્વારા આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like