આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં સંવિધાન દિવસની ઉજવણી ।

26/11/2025ના રોજ સંવિધાન દિવસના પવિત્ર અવસરે આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીના આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણના અધ્યક્ષતામાં સંવિધાનનું પૂજન કરી સંવિધાનના રચયિતા ડૉ.બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતના લોકતંત્રના મૂલ્યોને આત્મસાત કરી સૌએ આમુખનું પઠન કરી સંવિધાન પ્રત્યે અખંડ નિષ્ઠા અને દેશસેવાની શપથ લીધી. ભારતીય બંધારણે આપણા રાષ્ટ્રને એકતા, અખંડિતતા અને પ્રગતિનો માર્ગ બતાવ્યો છે, અને તે આપણા બધાના અધિકારો, ફરજો અને ન્યાયને પ્રતિબિંબિત કરે છે. બંધારણ ફક્ત એક દસ્તાવેજ નથી, પરંતુ એક પવિત્ર ગ્રંથ છે જે આપણા જીવનનું માર્ગદર્શન કરે છે, આપણને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયનો અધિકાર આપે છે. તે વિવિધતામાં આપણી એકતાનું પ્રતીક છે અને આપણને આપણા લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃત કરે છે.ચાલો આપણે બધા આપણા બંધારણના મૂલ્યોને આત્મસાત કરીએ અને એક મજબૂત, પ્રગતિશીલ અને વિકસિત ભારતના નિર્માણમાં આપણું મૂલ્યવાન યોગદાન આપીએ.આ પ્રસંગે સંસ્થાના અધ્યાપક ડૉ. જયંતિલાલ. બી. બારીસ દ્વારા તાલીમાર્થીઓને બંધારણ વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી. આમ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મીલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ તેમજ કોલેજના સર્વ અધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating