વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન (સાયપોટેક-2025)મા ઝળકયા।

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન (સાયપોટેક-2025)મા ઝળકયા।
Views: 186
1 0

Read Time:1 Minute, 58 Second

22-11-25ના રોજ પોદાર વર્લ્ડ સ્કુલ નાહુલી દ્વારા સાયપોટેક-2025 અંતર્ગત આંતર શાળા વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓએ STEM કોન્સેપ્ટ ઉપર વિજ્ઞાન અને ટેકનોલોજી ના કાર્યકારી મોડેલ પ્રદર્શિત કર્યા હતા. આ પ્રતિયોગિતા નુ આયોજન ત્રણ લેવલમાં કરવામાં આવ્યું હતું અને વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓએ ત્રણેય લેવલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. જેમાં જુનિયર લેવલ માં ધોરણ પાંચ ની વિદ્યાર્થીની પ્રતિષ્ઠા પાન્ડે અને અદિતી મિશ્રાએ ન્યુટન ના સિધ્ધાંત ઉપર પ્રોજેક્ટ પ્રદર્શિત કર્યો હતો. મિડલ લેવલ માં ધોરણ સાતની વિદ્યાર્થીની આરાધ્યા તિવારી અને વિદ્યાર્થી કુશ પટેલે ઈકો સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અને સિનિયર લેવલ માં ધોરણ અગિયારના વિદ્યાર્થી હરજશ મારવાહ અને આદર્શ સાહુએ ઓરબીટલ સન ગ્રીડ પ્રોજેક્ટ પ્રદર્શિત કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like