કડીની પ્રસિધ્ધ સેવાભાવી સંસ્થા ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા આજ રોજ પંડિત દિન દયાળ બક્ષીપંચ છાત્રાલય, બુડાસણ-કડી ખાતે યોજાયેલ।

ડીની પ્રસિધ્ધ સેવાભાવી સંસ્થા ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા આજ રોજ પંડિત દિન દયાળ બક્ષીપંચ છાત્રાલય, બુડાસણ-કડી ખાતે યોજાયેલ।જેમાં ઉપસ્થિત રહી ગુજરાત રાજ્યમાં આદિવાસી ક્ષેત્રોમાં ચાલતી રાજ્ય સરકારની, RSSની , વિશ્વ હિન્દુ પરિષદની અને ધાર્મિક સંસ્થાઓની વિવિધ પ્રવૃતિઓ અંગેની માહિતી આપી હતી. આ સભામાં ડો. વિનોદભાઈ પટેલ (RSS) પાલનપુર, પ્રિન્સિપાલશ્રી હસમુખભાઈ પટેલ- ઉંઝા તથા RSSના અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મંત્રીશ્રી બળદેવગીરી ગોસ્વામીએ સંસ્થાની પ્રવૃત્તિઓનો અને હિસાબોનો અહેવાલ રજૂ કર્યો હતો. શ્રી નટુભાઈ રામદાસ પટેલે ડાંગ જિલ્લામાં અને દાંતા-અંબાજીમાં તથા ત્રિપુરા રાજ્યમાં આદિવાસી ક્ષેત્રોમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી પ્રવૃતિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અને ઉદાર દાતાશ્રી જગદીશભાઈ બી.પટેલની સેવાઓને બિરદાવવામાં આવી હતી।
Average Rating