તા.૩૦-૧૨-૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે. ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલીમાં ઈ.ચા. પ્રિ. ડૉ. સેજલબેન એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો।

તા.૩૦-૧૨-૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે. ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલીમાં ઈ.ચા. પ્રિ. ડૉ. સેજલબેન એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો।
Views: 301
1 0

Read Time:3 Minute, 43 Second

જેમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ આદરણીયશ્રી ડૉ.કિશોરસિંહ એન. ચાવડાસાહેબ, જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ આદરણીયશ્રી ભરતભાઈ શાહ તેમજ અતિથિ વિશેષ તરીકે માનદ મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, આચાર્યશ્રી મુકેશભાઈ ગોયાણી, આચાર્યશ્રી કેયુરભાઈ શર્મા, આચાર્યશ્રી દિલીપભાઈ પરમાર,કવિતા દીદીજી, અનુજભાઈ શાહ, વિદ્યાર્થીઓ અને એમના વાલીશ્રીઓ હાજર રહી વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. ઈનામ વિતરણ સમારોહની શુભ શરૂઆત અમરોલી કૉલેજનાં ગીતથી તેમજ એફ.વાય.બી.કોમની વિદ્યાર્થીની અસ્મિતા ભામ્ભાનીયા એ પ્રાર્થનાથી કરી હતી. ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. સેજલબેન એ. દેસાઈ એ સમારોહમાં ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓનો શબ્દ દ્વારા આવકાર આપ્યો હતો અને પ્રસંગોચિત ઉદ્દબોધન આપ્યું હતું અને પ્રા. ભરતભાઈ ડી. પટેલ સાહેબે મહેમાનોનો પરિચય આપ્યો હતો. ઉપસ્થિત મહેમાનશ્રીઓએ શૈક્ષણિક સફળતા મેળવવા બદલ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તથા ભવિષ્યમાં એક સારા નાગરિક બનવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. શૈક્ષણિક ઇનામ વિતરણમાં કુલ ૧૯૩ વિદ્યાર્થીઓએ ઇનામો મેળવ્યા હતા. જેમાં કોમર્સ ફેકલટી નાં ૧૦૯ વિદ્યાર્થી અને આર્ટસ ફેકલટી નાં ૬૭ વિદ્યાર્થીઓ તેમજ પી.એચ.ડી નાં ૧૦ વિદ્યાર્થી એ ઇનામ મેળવ્યા હતા. ઉપરાંત GSET નાં ૦૩ અને NET નાં ૦૪ વિદ્યાર્થીઓ એ ઇનામ મેળવ્યા હતા. સમગ્ર વાતાવરણ આનંદ-ઉત્સાહ પૂર્ણ રહ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફ દ્વારા તેમજ શિલ્ડ વિતરણ સંચાલન શ્રી કિશોરભાઈ સોલંકી અને પ્રા. મિરલબેન કે. ચંદેગરાએ કર્યું હતું તેમજ ઉદઘોષક તરીકેની સેવા પ્રા. ડૉ. બળવંતભાઈ એમ. ઢીમ્મર તેમજ પ્રા. ડૉ. રાજભાઈ ડુમસીયાએ બજાવી હતી અને આભાર વિધિ પ્રા. રુદ્રનાથ ડી. ઝહાએ કરી હતી. ઇનામોની જાહેરાત પ્રા. હેમાબેન ડી. દવે, પ્રા. બિંદુબેન એ. ઠાકોર, પ્રા. કનુભાઈ એસ. સુતરીયા, પ્રા. નેહાબેન વી. ઉપાધ્યાય, પ્રા. ડૉ. રીતુ આર. અગ્રવાલ,પ્રા. છાયાબેન યુ. નાયક, પ્રા. જીતેન્દ્રભાઈ બી. ચૌધરી, પ્રા. ડૉ. ઝંખનાબેન એલ. પરમાર, પ્રા. ડૉ. મનીષભાઈ એચ. ટેલર, પ્રા. ડૉ. ચિરાગ કે. સિધ્ધપુરિયા, પ્રા. દીપલીબેન આર. સાવલિયા, પ્રા. વિજયભાઈ એમ. ચૌધરી, પ્રા. નરેન્દ્રભાઈ બી. બારીયા એ કરી હતી. કાર્યક્રમને અંતે પ્રા. ડૉ. રુસ્તમ સદરી અને શ્રી કિશોરભાઈ આર. સોલંકી દ્વારા રાષ્ટ્રગાન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષણ અને વહીવટી સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like