કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં એન્ટરપ્રિન્યોર્શીપ તાલીમ નું આયોજન થયું।
કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં એન્ટરપ્રિન્યોર્શીપ તાલીમ નું આયોજન થયું।વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમરીયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓ તેમના માળખાગત અભ્યાસની સાથે પ્રાયોગીક જીવનમાં પણ તેઓ આગળ વઘી શકે તે હેતુ થી કોલેજ ના સેલ્ફ હેલ્ફ ફોરમ દ્વારા સેન્ટર ઓફ એન્ટરપ્રિન્યોર્શીપ ડેવેલોપ્લેન્ટ, ગાંધીનગર, ગુજરાતના સહયોગ થી ૧૨ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ૨૭ મી જુલાઈ૨૦૨૩ ના રોજ ઇન્ડકશન લેક્ચરથી કરવામાં આવી હતી અને તે ૧૦ ઓગસ્ટ૨૦૨૩ ના રોજ પૂર્ણ થઇ હતી. કોલેજના ૪૧ વિદ્યાર્થીઓએ સદર તાલીમમાં ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન ફૂલ ૨૪ વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. અને ૧૫ નિષ્ણાંતો દ્વારા પ્રાયોગિક ઘોરણે સમજાવીને લેકચર આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત ઔદ્યોગીક મુલાકાત અને લાઇફ વર્ક બેલેન્સ સત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં વિદ્યાર્થીઓ બિઝનેશ કેવી રીતે શરૂ કરી શકાય, સરકાર તરફથી ક્યાંથી લોન લઈ શકાય તેમજ વ્યકિત્વ વિકાસ જેવી બાબતો શિખ્યા હતા. તાલીમના અંતિમ દિને સંસ્થાના ટ્રસ્ટીઓ પૈકી એક શ્રીમતી ભારતીબેન સુમરીયા હાજર રહી અને તેમના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર તાલીમનું સંચાલન કૉ-ઓર્ડીનેટર ડૉ.યતીન વ્યાસ, ડૉ.ક્રિષ્ના રાજપૂત અને ડૉ.દિપક સાંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર તાલીમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ.પૂનમ બી.ચૌહાણે સંચાલકોને બિરદાવતા આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ તાલીમના નિષ્ણાંતો ,ટ્રસ્ટીઓ અને ભાગ લીધેલ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી દરેક વિદ્યાર્થી તેમના જીવનમાં ઉજવળ કારકિર્દી બનાવી શકે તે માટે શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating