વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ” 6″ કલાકાર” અંતર્ગત આંતરસ્કુલ પોસ્ટરમેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ।
વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ” 6″ કલાકાર” અંતર્ગત આંતરસ્કુલ પોસ્ટરમેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ।વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં આંતરસ્કુલ પોસ્ટર મેકિંગ સ્પર્ધા (કલાકાર)નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વલસાડ જીલ્લાની 18 (અઢાર)જેટલી શાળાઓએ ભાગ લીધો હતો.આ પ્રતિયોગિતાનો શુભારંભ શાળાના આચાર્યા શ્રીમતી બીન્ની પૌલ તેમજ એચ.આર.અને એડમીન હેડ શ્રી વિજય રાઉંડલના હસ્તે દીપપ્રાગટ્ય કરી ક૨વામાં આવ્યો. બાળકોને પોસ્ટર મેકિંગ માટે અલગ-અલગ વિષય આપવામાં આવ્યા હતા।જેમાં ધોરણ 7–8 માટે ગૃપ-1 માં મારી દૃષ્ટિ નુ ભારત, ધોરણ 9-10 માટે ગૃપ-2 મા એક અંગ દાતા બનો અને ધોરણ 11-12 માટે ગૃપ-3 માં મોબાઇલની લત વિષય ઉપર પોસ્ટર બનાવવાનુ હતુ.જેમાં ગૃપ-1 માં શ્રી વલ્લભ સંસ્કારધામ શ્રીમતી શોભાબેન પ્રતાપભાઇ પટેલ ડે બોર્ડિંગ સ્કૂલની વિદ્યાર્થીની વેદા યોગેશ દેશપાંડે પ્રથમ,શ્રી રાજરાજેશ્વરી વિદ્યામંદિર વાપીનો વિદ્યાર્થી તેજ્સ આર્ય દ્વિતિય અને પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ વાપીનો વિદ્યાર્થી તનુજ શર્મા તૃતિય સ્થાને રહ્યો હતો।ગૃપ-2 માં લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કુલ સરીગામનો વિદ્યાર્થી શ્રીહરી હરિષ નાયર પ્રથમ ક્રમે,શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ ચલાની વિદ્યાર્થીની સિયા અકબરી દ્વિતિય સ્થાને તેમજ ફેલોશીપ મીશન સ્કુલનો વિદ્યાર્થી પુરસોત્તમ કોલ્ડે તૃતિય સ્થાને રહ્યો હતો।ગૃપ-3 માં શ્રી ક્રીષ્ના ઇન્ટરનેશનલ સ્કુલનો વિદ્યાર્થી નંદના ક્રિષ્નાકુમાર પિલ્લાઇ પ્રથમ ક્રમે ,શ્રી સ્વામીનારાયણ ઇંગ્લીશ મિડિયમસ્કુલ સી.બીએસ.ઇ. સલવાવનો વિદ્યાર્થી અર્પિત સર્વેશ વિસ્તોઇ દ્વિતિય સ્થાને તેમજ વલ્લભ આશ્રમએમ.સી.એમ. કોઠારી ઇન્ટરનેશનલ ગર્લસ રેસિડેંસિઅલ સ્કુલની વિદ્યાર્થીની વિશા બોરાડ તૃતિય સ્થાને રહી હતી।આ પ્રતિયોગિતા ના ઇનામ વિતરણ સમયે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી એ.કે.શાહ તેમજ શ્રી ઉજ્જવલ શુક્લા, એક્ટિંગ ચેરમેન(એસ.એમ.સી) પોતાનો અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે વિજેતા બાળકોને પારિતોષિક તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ.અંતમાં શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળાના મેનેજમેંટ અને શાળા પરિવાર તરફથી કાર્યક્રમની સફળતા બદલ શાળાના આર્ટ શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating