ચંદ્રયાન ૩નું સફળતાપૂર્વક લેન્ડીન્ગનું કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં ઉજવણી થઇ।
ચંદ્રયાન ૩નું સફળતાપૂર્વક લેન્ડીન્ગનું કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં ઉજવણી થઇ।વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં બુધવાર સાંજે ૬:૦૪ કલાકે ચંદ્રયાન 3 ચંદ્રના સાઉથ પોલ પર ઉતરાણ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બનતાની સાથે જ સમગ્ર વિશ્વ, ભારત દેશ અને કોલેજમાં પણ ઉજવણી નો માહોલ થઇ ગયો હતો. ચંદ્રયાન- ૩ ના ઉતરણને નિહાળવા માટે સવારથીજ વિદ્યાર્થીઓની ચહલપહલ શરુ થઇ ગઈ હતી. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એક સાથે ચંદ્રયાન- ૩ નું ઉતરણ નિહાળી શકે તે માટે કોલેજમાં પ્રોજેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે કેમ્પસ ડાયરેક્ટર ડૉ.સી.કે.પટેલ,અધ્યાપકો ડૉ. સત્વીનદર કૌર, ડૉ.હિરેન પ્રજાપતિ, એડમીન દિવ્યા નાયર તથા ગોવિંદભાઈ ગઢવી હાજર રહ્યા હતા. સવારથી જ વિદ્યાર્થીઓ ચિંતામાં, આતુરતામાં અને ઉત્સાહના માહોલમાં પૂરો દિવસ વિતાવતા જેમ સફળતા પૂર્વક ઉત્તરણ થતા આનંદની ચિચિયારીઓ સાથે ભારત માતા કી જય ના નારા ગુંજી ઉઠ્યા હતા. ઈસરોના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા ઉજવણી કરવામાં આવી હતી. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ.પુનમ બી.ચૌહાણે વ્યવાસ્થાપકોનો તેમજ હાજર રહેલ વિધાર્થીઓ અને સ્ટાફ ગણનો આભાર વ્યક્ત કરી દેશની અમૂલ્ય સિદ્ધિ માટે ખુશી વ્યક્ત કરી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating