નારગોલ ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર અને ઇલેક્ટ્રીક વ્હીકલનું લોકાર્પણ કરાયું।

નારગોલ ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર અને ઇલેક્ટ્રીક વ્હીકલનું લોકાર્પણ કરાયું।સરપંચ સ્વીટી ભંડારીએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીનો માન્યો આભાર સ્વચ્છતાની દ્રષ્ટિએ સમગ્ર જિલ્લામાં અગ્રેસર કામગીરી કરી રહ્યું છે ગ્રામ પંચાયત નારગોલ નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારને સફાઈની દ્રષ્ટિએ વેગવંતુ બનાવવા માટે પંચાયત દ્વારા નવું ટ્રેક્ટર અને ઇલેક્ટ્રીક વ્હીકલનું લોકાર્પણ કરાયું હતું।01 જાન્યુઆરીના રોજ ગ્રામ પંચાયત નારગોલના સરપંચ સ્વીટી ભંડારી અને ટીમ દ્વારા નારગોલ સરદારચોક ચાર રસ્તા ખાતે સફાઈના સાધનોનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ધારાસભ્ય રમણભાઈ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે તાજેતરમાં 15 માં નાણાપંચ અંતર્ગત ટ્રેક્ટર ટ્રોલી અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અંતર્ગત ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદી કરવામાં આવી છે જેનું લોકાર્પણ કરાયું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકરે લીલી ઝંડી ફરકાવી બંને વાહનોનું લોકાર્પણ કર્યું હતું અને નિમિત્તે ગ્રામ પંચાયતના સભ્યો, માજીસરપંચશ્રીઓ, ગામના આગેવાનો, વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ આગેવાનો તેમજ પંચાયત સ્ટાફની ઉપસ્થિત જોવા મળી હતી.નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીએ બંને વાહનો ફાળવવા બદલ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલત, તાલુકા વિકાસ અધિકારી વિશાલભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ઉષાબેન માસીયાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત ધારાસભ્યએ નારગોલ ગામમાં ચાલતી સ્વચ્છતા અંગેની સુંદર કામગીરીને બિરદાવી હતી તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વલસાડ જિલ્લામાં સ્વચ્છ ગામ તરીકે નારગોલુ ગામનું નામ મોખરે છે. ગામને વધુ સ્વચ્છ બનાવવા માટે લોકો પૂરતો સહયોગ આપે અને નારગોલ ગામને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિશીલ બનાવે તેવી શુભકામના પાઠવી હતી. વર્ષ ૨૦૦૮માં નારગોલ ગામને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયો હતો।
Average Rating