આજે દેવલમાનો જન્મ દિવસ છે, માતાજીને ભાવ વંદન કરીએ।

આજે દેવલમાનો જન્મ દિવસ છે, માતાજીને ભાવ વંદન કરીએ।
Views: 208
1 0

Read Time:1 Minute, 35 Second

ગીર સોમનાથ વેરાવળ ખાતે દેવલ માનો જન્મ થયો હતો, તેમના પિતાનું નામ પબુભાઇ વિછિંયાભાઇ ગઢવી અને માતાનું નામ ખીમશ્રીબેન ગઢવી છે. દેવલમા જાગતી જ્યોત સમાન આઇ મા છે,જુનાગઢ બેલિયાવડ ખાતે આવેલ ભવાની શક્તિ પીઠ પર આઇ દેવલમા બીરાજમાન છે.▪️માતાજીને ખુબ ખુબ વંદન, ખમ્મા ખમ્મા… હળાહળ કળયુગમાં જ્યાં માનવ મન અધોગતિની છેલ્લી કક્ષાએ આવી ઉભું છે. કળયુગ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે શીલ, સંતોષ, બ્રહ્મચર્યા અને દૈવતની કલ્પના પણ અશક્ય કહેવાય.. તેવા ઘાઢ અંધકારમાં પણ ચારણોના ખોરડે એજ સતવાદના દિપક હજુ પણ પ્રગટતા જોઇ શકાય છે. સમગ્ર સૃષ્ટિના હિત કાજે ચારણ દિકરીઓ આજે પણ જગતની મા બનવાની પાત્રતા લઇને બેઠી છે. સંસારના તમામ સુખોને લાત મારી સમસ્ત સંસાર કલ્યાણના કાર્યો આજે પણ આઇ માઓ કરી રહી છે. નવલાખ લોવડીયાળીઓ પૈકીની એક માવડી એટલે દેવલ મા.. દેવલમાએ થોડા વર્ષો પહેલા રાજસ્થાન તીર્થ યાત્રા કરી હતી. તે યાત્રા દરમિયાન રસ્તામાં આવતા વિસ્તારોને તેમણે પાવન કર્યાં હતાં. તે દિવસો આઇ ઉપાસ્કો માટે બહુ જ આનંદના હતાં।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like