શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની દ્વારા વિદેશ જવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ।

Views: 459
1 0

Read Time:3 Minute, 10 Second

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની દ્વારા વિદેશ જવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયોતારીખ: ૧૬/૦૨/૨૦૨૨ શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીમાં તારીખ: ૧૬/૦૯/૨૦૨૨ શુક્રવારના રોજ IQAC CELL હેઠળ ALUMINI TALK -2022 ના અંતર્ગત બી. ફાર્મસીના વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસની સાથે ઘણી કોમ્પીટેટીવ પરીક્ષાઓ આપવાની થતી હોય છે તેના માટે કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અંજુમન મન્સૂરી જે હાલ યુ.કે સ્થિત યુનિવર્સીટી ઓફ લેઈસ્ટરના વિદ્યાર્થી તરીકે પ્રસ્થાન કરવાની તૈયારીમાં છે તેના દ્વારા બી. ફાર્મના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એલ્યુમીની ટોકનું આયોજન થયું હતું. જેમાં વિદેશમાં ભણવા જવા માટે ની સંપૂર્ણ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જેમાં પ્રક્રિયા ને પૂર્ણ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ કઈ રીતે અરજી કરી શકાઈ તે વિશેની માહિતી આપી હતી તેમજ વિવિધ પરીક્ષાઓ જેવીકે GPAT અને IELTS ની તૈયારીઓ તથા પ્રક્રિયાઓ વિશે પણ માહિતગાર કર્યા હતા અને વિદ્યાર્થીઓના મુંઝવણભર્યા પ્રશ્નો પણ ઉકેલ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર નેતૃત્વ અને માર્ગદર્શન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી નેહા વડગામા અને આસિસ્ટન્ટ પ્રોફેસર કુમારી પ્રિયા શુક્લા દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like