ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ*વલસાડ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર વલસાડની ટીમનાં પ્રયત્નોથી તેમજ મહિલા અને બાળ અધિકારી મેડમશ્રી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી નાં માર્ગદર્શન હેઠળ પરિવારથી વિખૂટી પડેલ માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું।

Views: 305
1 0

Read Time:2 Minute, 20 Second

મહિલા અને બાળ અધિકારીની કચેરી, વલસાડ અંતર્ગત કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે તા.૨૦/૦૭/૨૩ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા આશ્રય માટે લાવવામાં આવેલ તેઓને વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ. કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ . મહિલા સાથે વાતચીત કરતા માલુમ પડેલ કે તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે. અને ગુજરાતી ભાષા પણ બરાબર બોલી કે સમજી શકતા ન હતા. મહિલા પોલીસ સ્ટેશન વલસાડ ખાતે તેઓ મળી આવેલ હોવાની જાણ કરતા ત્યાંના મહિલા હેડ કોન્સ્ટેબલ સેન્ટર ખાતે મુલાકાત માટે આવેલ. તેઓએ મહિલા સાથે વાતચીત કરેલ તે દરમિયાન જાણવા મળ્યું કે મહિલા વારલી ભાષા બોલે છે અને ગામ- માંડવા તા. કપરાડા ના રહેવાસી છે .તેથી “સખી”વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા માંડવા ગામના સરપંચનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવેલ.અને મહિલાના પરિવારની જાણકારી મેળવવા માં આવી .મહિલાના ભાઈ સાથે સંપર્ક થતા તેઓને સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા તેમની ઓળખ કર્યા બાદ તેમની બહેન સાથે મુલાકાત કરાવતા બંને ભાઈ બહેન ભાવુક થઈ ગયેલ. મહિલા તેમના ભાઈ સાથે ઘરે જવા માટે તૈયાર થઈ ગયા. અને તેમના ભાઈ એ પણ જણાવ્યું કે હું પણ મારી બહેન ને મારી સાથે ઘરે લઈ જવા માટે તૈયાર છું કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાના પરિવારજનોની ખાતરી કર્યા બાદ પરિવારથી વિખુટી પડેલી માનસિક રીતે અસ્વસ્થ મહિલા નું પુનઃમિલન કરાવવામાં આવ્યું. પરિવારજનોએ “સખી” વન સ્ટોપ સેન્ટરની પૂરી ટીમનો આભાર માન્યો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like