સીનીયર નેશનલ રેશલીંગ ચેમ્પ્યનશીપ ૨૦૨૫ માં કેબીએસ & નટરાજ કોલેજના વિદ્યાર્થી અમન સિંહે કાંસ્ય ચંદ્રક જીત્યો।

સીનીયર નેશનલ રેશલીંગ ચેમ્પ્યનશીપ ૨૦૨૫ માં કેબીએસ & નટરાજ કોલેજના વિદ્યાર્થી અમન સિંહે કાંસ્ય ચંદ્રક જીત્યો।
Views: 220
1 0

Read Time:2 Minute, 33 Second

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના બી.કોમના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અમન સિંહે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નારણપુરા, અમદાવાદ, ગુજરાત ખાતે ગુજરાત રાજ્ય રેશલીંગ એસોસીએસન દ્વરા આયોજિત પ્રતિષ્ઠિત સીનીયર નેશનલ રેશલીંગ ચેમ્પ્યનશીપ ૨૦૨૫ માં રાષ્ટ્રીય કક્ષાની કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક મેળવીને ઇતિહાસ રચ્યો છે. રાષ્ટ્રીય સ્તરની યોજાયેલી કુસ્તીમાં સમગ્ર દેશમાંથી કુશ્તીબાજોએ ભાગ લીધો હતો. જેમાં અમન સિંહે ઉત્કૃષ્ટ દેખાવ કરી કાંસ્ય ચંદ્રક મેળવીને ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરતા કોલેજ અને ગુજરાત રાજ્ય માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. અમનના સમર્પણ, સખત મહેનત અને દ્રઢતાએ સંસ્થાને તેમજ ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું છે, જે મહત્વાકાંક્ષી ખેલાડીઓ માટે એક નોંધપાત્ર ઉદાહરણ સ્થાપિત કરે છે. અમન સિંહને સમગ્ર તાલીમ તેમજ માર્ગદર્શન સદર કોલેજના રમત -ગમતના મદ્દ્નીસ પ્રોફેસર ડૉ. મયુર પટેલ સાહેબ તેમજ મદદ નીસ રોહિત સિંહ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. કોલેજ મેનેજમેન્ટ, ફેકલ્ટી અને સાથી વિદ્યાર્થીઓ અમન સિંહને હૃદયપૂર્વક અભિનંદન આપે છે અને તેમના ભવિષ્યના પ્રયાસોમાં તેમને સતત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવે છે. તેમની જીત રમતગમત અને શ્રેષ્ઠતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે જે કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ તેના વિદ્યાર્થીઓમાં કેળવવા માટે પ્રયાસ કરે છે. આમ વાપી, ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત દેશમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ.પૂનમ બી.ચૌહાણ તેમજ ટ્રસ્ટી ગણ અમન સિંહને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ કોલેજ અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like