આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા તા. 31/01/2026 ના રોજ 26માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી।

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા તા. 31/01/2026 ના રોજ 26માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી।
Views: 192
1 0

Read Time:3 Minute, 24 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા તા. 31/01/2026 ના રોજ 26માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમ એ આખા વર્ષ દરમ્યાનની થયેલ પ્રવૃત્તિઓનો અરિસો ગણી શકાય જ્યાં અમારી સંસ્થાના તારલાઓ જેવા વિદ્યાર્થીઓ વિવિધ સિદ્ધિઓ દ્વારા ચમકી ઉઠે છે. તેમજ સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અર્થે પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે આદરણીય IPS શ્રી યુવરાજ સિંહ જાડેજા, DSP વલસાડ, વાપી નોટિફાઈડ એરિયાના ચેરમેન યોગેશભાઈ કાબરીયા, વી. આઈ.એ ના પ્રેસિડેન્ટ સતિષભાઈ પટેલ, ઉદ્યોગ પતિ સંજયભાઈ દેસાઈ , P. I. G. I. D. C, વાપી એ. જે. રાણા સાહેબ, ગૌતમભાઈ શાહ, મહાદેવભાઈ દેસાઈ, અક્ષયભાઈ દેસાઈ, અમિતભાઇ દેસાઈ તથા અન્ય મહેમાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા સુંદર રીતે કરવામાં આવી હતી.ત્યાર બાદ સંસ્થાના ચેરમેન શ્રીમિલન દેસાઈ થતા કમલ દેસાઈ દ્વારા મહેમાનશ્રીઓનું પુષ્પો ગુચ્છ તેમજ સાલ ઓઢાળી સ્વાગત કર્યું હતું. તેમજ કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ દ્વારા કોલેજનું વાર્ષિક અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક વિચારધારા ઉપર આધારિત તથા વિવિધ સંસ્કૃતિ ઉપર અલગ-અલગ પ્રકારની કૃતિઓ રજુ કરી હતી. જેમાં હિમાચલ પ્રદેશની સંસ્કૃતિ આધારિત નૃત્ય, આદિવાસી નૃત્ય, શ્રીકૃષ્ણના રાશ લીલા દર્શાવતો રાશ તેમજ વિવિધ દેશભાવના પર આધારિત પિરામિન્ડ અને નૃત્યો રંગમંચ ઉપર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ દરમ્યાન વિવિધ સિદ્ધિઓ હાસિલ કરેલ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ અતિથિઓ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , વાલીઓ, શિક્ષકો તથા આર.કે.દેસાઈ કોલેજના પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. પ્રિન્સી ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ , કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ , આચાર્ય ડો.પ્રીતિબેન ચૌહાણ, આચાર્ય ડૉ. શીતલ ગાંધી, આચાર્ય પ્રો. સુરભી ચૌધરી, આચાર્ય સરોજબેન પટેલએ સૌને અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like