તારીખ ૨૯ તથા ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું।

તારીખ ૨૯ તથા ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું।
Views: 156
1 0

Read Time:2 Minute, 14 Second

જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬ જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ દ્વારા તારીખ ૨૯ તથા ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોમાં નવોચાર વિચારધારા વિકસાવવી, શિક્ષણ પ્રક્રિયામાં નવીન પદ્ધતિઓ પ્રોત્સાહિત કરવી તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઇનોવેટિવ શિક્ષણ પ્રવૃત્તિઓને મંચ પૂરો પાડવાનો હતો.આ ફેસ્ટિવલમાં વલસાડ જિલ્લાના વિવિધ શાળાઓમાંથી ઇનોવેટિવ શિક્ષકો દ્વારા શૈક્ષણિક નવીન મોડેલ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, ડિજિટલ સાધનોનો ઉપયોગ, તેમજ વિષય આધારિત સર્જનાત્મક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા.ભગિની સમાજ હાઈસ્કૂલ, ઉદવાડાના આચાર્યા શ્રીમતી ચેતનાબેન ધીરુભાઈ પટેલે પણ આ ફેસ્ટિવલમાં સહભાગી ઇનોવેટિવ શિક્ષક તરીકે પોતાની નવીન શૈક્ષણિક કૃતિ રજૂ કરી, જેને ઉપસ્થિત અધિકારીઓ તથા શિક્ષકો તરફથી વિશેષ પ્રશંસા મળી.કાર્યક્રમ દરમ્યાન નિષ્ણાત માર્ગદર્શન, અનુભવોની આપલે, તેમજ શિક્ષકો માટે પ્રેરણાદાયી ચર્ચાઓ યોજાઈ હતી. અંતે સહભાગી તમામ ઇનોવેટિવ શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા।આ ઇનોવેશન ફેસ્ટિવલ શિક્ષકો માટે પ્રેરણાસ્રોત બની રહ્યો તથા શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપનાર મહત્વપૂર્ણ મંચ સાબિત થયો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like