આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી।

દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે ભારતના મહાન વૈજ્ઞાનિક સર સી.વી.રામન દ્વારા વિશ્વપ્રસિદ્ધ Raman Effect ની શોધ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક વૈજ્ઞાનિક સિદ્ધિની સ્મૃતિમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ જ પરંપરાને અનુસરી શિક્ષકો તૈયાર કરતી સંસ્થા આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આર.કે.દેસાઈ કોલેજ ઓફ સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રા. સુરભી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સાથે કોલેજના અધ્યાપકો તથા તાલીમાર્થીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી.કાર્યક્રમની શરૂઆત કો-ઓર્ડીનેટર પ્રા.પિયુષ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનથી કરવામાં આવી. ત્યારબાદ અતિથિ પ્રિ.સુરભી ચૌધરી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026 માં Women in Science: Catalysing Viksit Bharat થીમ આધારિત પ્રેરણાદાયક વક્તવ્ય રજૂ કર્યું, જેમાં તેમણે મહિલાઓનું વિજ્ઞાન ક્ષેત્રમાં યોગદાન અને વિકસિત ભારતના નિર્માણમાં વિજ્ઞાનની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. ત્યારબાદ કૃત્રિમ બુદ્ધિમત્તા: રોજગારી માટે ખતરો કે તક? વિષય પર ડિબેટનું યોજાયી જેમાં સૌ તાલીમાર્થીઓ તથા કોલેજના અધ્યાપકો ડૉ. સારિકા પટેલ અને ડૉ. વિમુખ પટેલ પણ સક્રિય રીતે સહભાગી બની તર્કસંગત પોતાના વિચારો રજૂ કર્યા. ત્યારબાદ વિજ્ઞાન વિષયક પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ, જેમાં તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ઉપરાંત તાલીમાર્થીઓ દ્વારા ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ, જેમાં આસપાસ સરળતાથી ઉપલબ્ધ વિવિધ વનસ્પતિઓ લાવી તેનું વૌજ્ઞાનિક નામ, કૂળ, ઔષધીય મૂલ્યો વિશે સુંદર માહિતી રજૂ કરવામાં આવી હતી.કાર્યક્રમનો અંત રાષ્ટ્રગાન દ્વારા વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના સુચારુ આયોજન બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ, પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિ ચૌહાણ દ્વારા સમગ્ર આયોજન સમિતિને અભિનંદન પાઠવવામાં આવ્યા।
Average Rating