આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વાપી મહાનગરપાલિકા દ્વારા વિશાળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન।

તા. ૦૮/૦૩/૨૦૨૬ના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગ રૂપે આજ રોજ તા.૧૦/૦૩/૨૦૨૬ના રોજ વાપી નગરપાલિકા દ્વારા પદ્મભૂષણ રજ્જુશ્રોફ ઓડિટોરિયમ ખાતે એક વિશાળ જાગૃતિ અને પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વાપી મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરશ્રી યોગેશ ચોધરી(IAS)ની પ્રેરણાથી અને નાયબ મ્યુનીસીપલ કમિશનરશ્રી શ્રીમતી આસ્થા સોલંકીના માર્ગદર્શન અને દિશા નિર્દેશ હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ, ડિજિટલ સુરક્ષા અને વ્યક્તિત્વ વિકાસ અંગે જાગૃતિ લાવવા તથા તેમને સશક્ત બનાવવાનો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી અને મહિલાઓના સશક્તિકરણ વિષયક સંદેશ સાથે કાર્યક્રમને પ્રેરણાત્મક બનાવવામાં આવ્યો હતો.કાર્યક્રમને અનુરૂપ વાપી મહાનગરપાલિકાના નાયબ મ્યુનીસીપલ કમિશનરશ્રી શ્રીમતી આસ્થા સોલંકીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેછા પાઠવી હતી અને તેઓએ જણાવ્યું કે મહિલા દિવસની ઉજવણીના દિવસે જ મહિલાઓને માત્ર એક જ દિવસ માટેજ શા માટે મહત્વ આપવુ જોઈએ? જયારે આજે દરેક કોમમાં સ્ત્રીઓનું મહત્વનું યોગદાન રહેલું છે. મેડીકલ,એજ્યુકેશન,બેન્કિંગ,પોલીટીક્સ,પોલીસી મેટર તેમજ બ્યુરોક્રેસીમાં પણ દરેક જગ્યાએ મહિલાઓનું યોગદાન રહેલ હોવાનું જણાવ્યું. તેઓએ વધુમાં જણાવ્યું કે આજે દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન પણ એટલુજ રહ્યું છે જેના ઉદાહરણ રૂપે તેઓએ દેશનું સર્વોચ્ચ સ્થાન એટલેકે દેશના રાષ્ટ્રપતિ તરીકે પણ એક સ્ત્રીજ કાર્યરત હોવાનું જણાવ્યું હતું તેમજ વિજ્ઞાન ક્ષેત્રે પણ સુનીતા વિલ્ય્મ્સને યાદ કરી અવકાશ યાનની સફળ યાત્રાનો ઉલ્લેખ કરી મહિલાઓની શક્તિશાળી પ્રતિભા વિષે પોતાનો મત રજુ કર્યો હતો. મહિલાઓના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ એવા બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ માટે એન.બી. સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. નીલમ અહિરવાર દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક લક્ષણો, સમયસર તપાસનું મહત્વ અને યોગ્ય સારવાર અંગે માહિતગાર કર્યા હતા. સાથે સાથે મહિલાઓને નિયમિત હેલ્થ ચેકઅપ કરવા માટે પણ પ્રેરણા આપવામાં આવી હતી. વધુમાં તેઓએ ભારત સરકાર દ્વારા ૧૪ થી ૧૫ વર્ષની તરુણીઓ માટે સર્વાયકલ કેન્સર માટે લોન્ચ કરેલ રસી અંગેની માહિતી પૂરી પાડી માહિતગાર કરવામાં આવ્યા અને ૧૪ થી ૧૫ વર્ષની તરુણીઓને સદર રસીનો લાભ લેવા તમામને વિનંતી કરી હતી. આજના ડિજિટલ યુગમાં મહિલાઓ માટે સાયબર સુરક્ષા અને સાયબર સેફ્ટી ખૂબ જ જરૂરી બની છે. જિલ્લા સાયબર સેલની PSI શ્રીમતી ડી કે ત્રિપાઠી દ્વારા ઓનલાઈન ફ્રોડ, સોશિયલ મીડિયા પરની સુરક્ષા, OTP તથા વ્યક્તિગત માહિતીની સલામતી જેવા મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓને સાવચેત રહેવા અને સાયબર ક્રાઈમ સામે સજાગ રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેઓએ વધુમાં જણાવ્યુકે સાયબર ફ્રોડ નું મુખ્ય કારણ ડર અને લાલચ છે અને તેના કારણેજ મહત્તમ ફ્રોડ થતા હોય છે અને આવો કોઈ પણ બનાવ બને તો સાયબર સેલનો હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર કોલ કરી ફરિયાદ નોધાવવા જણાવેલ.આ ઉપરાંત સોફ્ટ સ્કિલ્સ અને વ્યક્તિત્વ વિકાસ વિષય પર નંદિતા ફાઉન્ડેશનના શ્રીમતી રીન્કી બર્મન દ્વારા મહિલાઓને આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય, લીડરશિપ અને વ્યક્તિત્વ વિકાસ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી મહિલાઓ સમાજ અને પોતાના કાર્યક્ષેત્રમાં વધુ સફળતા મેળવી શકે.તેઓએ મહિલાઓને જીવનમાં પોતાનો ગોલ નક્કી કરી જીવન માં આગળ વધવા માટે અને ટાઇમ મેનેજમેન્ટ કરી કાર્યને સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી, રોફેલ આર્ટસ અને કોમર્સ કોલેજ વાપી, આર કે દેસાઈ કોલેજ છરવાડાના પ્રિન્સીપાલ તથા લ્યુંમેન્સ સ્કુલ નામધાના ફાઉન્ડર, વાપી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ તથા માજી સભ્ય અપેક્ષાબેન શાહ, રોફેલ કોલેજ વાપી, સેન્ટ ફ્રાન્સીસ સ્કુલ ચલા, વાપી નગરપંચાયત એજયુકેશન ટ્રસ્ટની વિદ્યાર્થીનીઓ મળી ખુબ મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી કાર્યક્રમનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ વિવિધ વિષયો અંગે પ્રશ્નોત્તરીમાં પણ ભાગ લીધો હતો અને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.સદરહુ કાર્યક્રમ દરમ્યાન ટ્રાઇબલ્સ કોર્નર દ્વારા ટ્રાઇબલ મહિલાઓ તથા સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા હેન્ડલૂમ, હેન્ડિક્રાફ્ટ્સ તથા અન્ય ઘરગથ્થુ ઉત્પાદનોનું સુંદર પ્રદર્શન પણ યોજાયું હતું. આ પ્રદર્શન દ્વારા સ્થાનિક મહિલાઓના કૌશલ્ય અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળ્યું હતું અને ઉપસ્થિત લોકોએ તેમાં વિશેષ રસ દર્શાવ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓએ પ્રદર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમનું આયોજન વાપી નગરપાલિકાના UCD મેનેજર શ્રી રામચંદ્ર દેસાઈ તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ સહયોગીઓ, નિષ્ણાતો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.વાપી મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ મહિલાઓના સશક્તિકરણ અને વિકાસ માટે આવા જાગૃતિ કાર્યક્રમો યોજતા રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો।
Average Rating