કમિશનર શ્રી યુવક સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત ઉમરગામ તાલુકા કક્ષાના યુવા ઉત્સવનો સાંસ્કૃતિક ભવન ધોડીપાડા ખાતે આયોજન કરવામાં આવેલ હતુ।

Views: 461
1 0

Read Time:1 Minute, 57 Second

કમિશનર શ્રી યુવક સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત ઉમરગામ તાલુકા કક્ષાના યુવા ઉત્સવનો સાંસ્કૃતિક ભવન ધોડીપાડા ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ઉમરગામ તાલુકાની ઘણી બધી શાળાઓએ ભાગ લીધેલ હતો .જેમાં શ્રી કે ડી બોરલાઈવાલા હાઈસ્કૂલ સરીગામે પણ ભાગ લીધેલ હતો. જેમાં અમારી શાળાના આચાર્યશ્રી ધરાબેન પટેલઅને શિક્ષકો ના માર્ગદર્શનથી શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો .શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધા ની અંદર વિજેતા ક્રમ પ્રાપ્ત કર્યો હતા. જેમાં ધોરણ 12 ની વિદ્યાર્થીની પંચાલ કશીશ નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે , ધોરણ 12 નો વિદ્યાર્થી પાંગા રિતેશ એક પાત્ર અભિનયમાં દ્વિતીય ક્રમે, ધોરણ 12 ની વિદ્યાર્થીની ફુલતરિયા રિદ્ધિ સર્જનાત્મક સ્પર્ધામાં દ્વિતીય ક્રમે , ધોરણ 10 ની વિદ્યાર્થીની ગુડનબેન વકૃત્વ સ્પર્ધામાં તૃતીય ક્રમે, અને ધોરણ 11 ની વિદ્યાર્થીનીઓ સમૂહ ગીતમાં દ્વિતીય ક્રમ મેળવીને વિજેતા જાહેર થયા હતા .આ શાળાના મેનેજમેન્ટ ,આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રોએ વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવારવતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like