વાપી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પૂરતું અને નિયમિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે।

વાપી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પૂરતું અને નિયમિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે।
Views: 53
1 0

Read Time:2 Minute, 9 Second

હાલમાં કોળીવાડ વિસ્તારના ૩૫.૫૦ એમ.એલ.ડી ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી વાપી ટાઉન, ગોકુલ વિહાર, નૂતનનગર, ડુંગરા નવીનગરી, ડુંગરા દાદરીમોરા, સમગ્ર સુલપડ વિસ્તાર, સમગ્ર ચાલા તેમજ વાપી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પાણી પુરવઠો આપવામાં આવે છે. જેમાંથી અંદાજે ૫ થી ૬ એમએલડી જેટલું પાણી સમગ્ર ડુંગરા વિસ્તારમાં પૂરું પાડવામાં આવે છે.હાલ ડુંગરા દાદરીમોરા વિસ્તારમાં ૪૬ એમ.એલ.ડી ક્ષમતા ધરાવતું નવું પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ તથા દમણગંગા નદીમાંથી કાચું પાણી ઉપાડવા માટે ઇન્ટેક વેલનું નિર્માણ કાર્ય ઝડપી ચાલી રહ્યું છે. આ કામગીરી તા. ૧૫ મે ૨૦૨૬ સુધી પૂર્ણ થવાની શક્યતા છે. આ પ્રોજેકટ પૂર્ણ થતાં ડુંગરા તરફના વિસ્તારો જેમકે ડુંગરા આઝાદનગર, ડુંગરા નવીનગરી, હરિયા પાર્ક, ડુંગરીફળિયા, ઈ.ડબલ્યુ. એસ કોલોની તેમજ સુલપડ વિસ્તારને જરૂરીયાત મુજબ પૂરતું પાણી સીધું ઉપલબ્ધ થશે. પરિણામે કોળીવાડ સ્થિત ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી ડુંગરા વિસ્તારમાં આપવામાં આવતું અંદાજે ૫ થી ૬ એમ.એલ.ડી પાણી બચતરૂપ થશે.આ બચતરૂપ પાણીનો ઉપયોગ ચાલા વિસ્તારમાં કરવામાં આવશે. જેના કારણે ચાલા વિસ્તારમાં પાણી પુરવઠો વધુ સુવ્યવસ્થિત બની રોજ બે વખત પાણી આપવાની સુવિધા ઉપલબ્ધ થઈ શકાસે. સાથે સાથે ડુંગરા વિસ્તારમાં પણ વધુ નિયમિત અને સુધારેલ પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે.વાપી મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ માટે તથા નાગરિકોને ઉત્તમ મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરવા માટે સતત પ્રતિબદ્ધ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like