શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં “વર્લ્ડ ફાર્મસિસ્ટ ડે” ની ઉત્સાહભેર ઉજવણી વાપી ।૨૬/૦૯/૨૦૨૨
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં “વર્લ્ડ ફાર્મસિસ્ટ ડે” ની ઉત્સાહભેર ઉજવણી વાપી ૨૬/૦૯/૨૦૨૨ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં તારીખ; ૨૪/૯/૨૦૨૨ શનિવારના રોજ, એસોસિએશન ઓફ ફાર્માસ્યુટીકલ ટીચર્સ ઓફ ઇન્ડિયા (APTI- ગુજરાત બ્રાંચ) ના સહયોગ થી “વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે” ની ઉત્સાહભેર ઉજવણી થઇ હતી. આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ચુયલ પ્લેટફોર્મ ના માઘ્યમ થી ફોટો કેપ્ચર સ્પર્ધા (નેચર થીમ અને ફાર્મા થીમ) અને ફાર્મા રીલ સ્પર્ધા યોજયી હતી. જયારે ઓફલાઈન પ્લેટફોર્મ ના માઘ્યમ થી અવેરનેસ ટોક ઓન “ફાર્મસી યુનાઇટેડ ઇન એક્શન ફોર ધી હેલ્ધીયર વર્લ્ડ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કો-ઓર્ડીનેટર આસીસ્ટન્ટ પ્રોફેસર નેહા એસ. વડગામા અને શ્રીમતી જ્યોતિ યુ પંડ્યાના નેતૃત્વ હેઠળ થયુ હતું. જયારે એસોસિએશન ઓફ ફાર્માસ્યુટીકલ ટીચર્સ ઓફ ઇન્ડિયા ગુજરાત બ્રાંચ તરફ થી ડૉ. શૈલેષ વી. લુહારે વિદ્યાર્થીઓને સમાજમાં ફાર્માસિસ્ટ નું મહત્વ સમજાવી સમાજ પ્રત્યે કાર્યબદ્ધ રેહવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.ઓફલાઈન પ્લેટફોર્મ ના માઘ્યમ થી અવેરનેસ ટોક માટે કોલેજના બી.ફાર્મ અને એમ. ફાર્મના વિદ્યાર્થીઓ મળીને જુદાજુદા ગ્રુપ બનવી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના અલગ અલગ વિભાગો માં જઈ ને વિદ્યાર્થીઓને વિવિધ મુદ્દાઓ જેવાકે સ્કોપ ઓફ ફાર્મસી, ન્યટ્રાસ્યુટીકલ અને રોલ ઓફ ફાર્મસીસ્ટ વિશે જાગૃત કર્યા હતા. જયારે વર્ચુયલ પ્લેટફોર્મ ના માઘ્યમ થી ફોટો કેપ્ચર સ્પર્ધા (નેચર થીમ અને ફાર્મા થીમ) અને ફાર્મા રીલ સ્પર્ધા માટે નિર્ણાયક તરીકે કોલેજના અસોસિએટ પ્રોફેસર ડૉ. કાંતિલાલ બી. નારખેડે, આસીસ્ટન્ટ પ્રોફેસર શેતલ બી. દેસાઈ અને આસીસ્ટન્ટ પ્રોફેસર પ્રિયા આર. શુક્લાએ તટસ્થ નિર્ણયો આપ્યા હતા.આ સ્પર્ધામાં ફોટો કેપ્ચર સ્પર્ધા (નેચર થીમ) માં બી.ફાર્મ સેમેસ્ટર-૫ માંથી ધ્વની પટેલ પ્રથમ સ્થાને, બી.ફાર્મ સેમેસ્ટર-૩ માંથી અભય મિશ્રા દ્રિતીય સ્થાને અને બી.ફાર્મ સેમેસ્ટર-૩ આર્ચી શેઠ તૃતીય સ્થાને રહ્યા હતા અને ફોટો કેપ્ચર સ્પર્ધા (ફાર્મા થીમ) માં બી.ફાર્મ સેમેસ્ટર-૫ માંથી અનુષ્કા જાધવ પ્રથમ સ્થાને જયારે ફાર્મા રીલ સ્પર્ધામાં બી.ફાર્મ સેમેસ્ટર-૭ માંથી આંચલ ચવાન પ્રથમ સ્થાને, બી.ફાર્મ સેમેસ્ટર-૫ માંથી જીનલ વણજારા દ્રિતીય સ્થાને અને બી.ફાર્મ સેમેસ્ટર-૭ માંથી હર્ષલ પટેલ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી વિજેતા બન્યા હતા. જે બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ શૈક્ષણિક એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating