સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્ધિ।
સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્ધિવાપી, ૭ ઓક્ટોબરગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વ્રારા મે-૨૦૨૨માં લેવાયેલી બીજા વર્ષ બી. ફાર્મસી ના ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વ્રારા તારીખ:૦૭/૧૦/૨૦૨૨ શુક્રવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. જેમાં ભોજાણી સોફીયા ૯.૭૪ સી.પી.આઈ સાથે પાંચમો ક્રમ અને અક્ષત જૈન ૯.૬૯ એસ.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં દશમો ક્રમ પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું છે. આવી ઝળહળતી સિધ્ધી બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating