આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના પ્રોફેસર ડૉ. જયંતિ લાલ.બી.બારીસ સર ને અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાત રાજ્ય દ્વારા મહેસાણા ખાતે શ્રેષ્ઠ કવિ તેમજ સાહિત્યકાર નો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો।
આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના પ્રોફેસર ડૉ. જયંતિ લાલ.બી.બારીસ સર ને અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાત રાજ્ય દ્વારા મહેસાણા ખાતે શ્રેષ્ઠ કવિ તેમજ સાહિત્યકાર નો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. ડાંગ જિલ્લાના કેશબંધ ગામ અને સુબિર તાલુકાના વતની એવા આદિવાસી કવિ,લેખક અને સાહિત્યકાર ડો.જયંતિલાલ. બી.બારીસ ને અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાત રાજ્ય દ્વારા મહેસાણા ખાતે તેમણે રાષ્ટ્રીય “શ્રેષ્ઠ કવિ અને સાહિત્યકાર” નો એવૉર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.ગુજરાત રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો તેના કુદરતી સૌંદર્ય ને કારણે જાણીતો છે. ઘટાદાર જંગલો સાથે ઉડતા પંખીઓનો કલરવ અને ખળ ખળ વહેતી નદીઓ તથા ઝરણાઓ મનને આંનદ વિભોર બનાવી દે છે. ડાંગ નાનકડો જિલ્લો હોવા છતાં ઘણા બધા ક્ષેત્રોમાં અલગ અલગ નામના ઉભી કરતા છુપા રત્ન ડાંગ ને ગૌરવ અપાવી રહ્યા છે. આજે સાહિત્ય પ્રેમી એવા યુવાન કવિ લેખક , પ્રોફેસર અને હાલ આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં કાર્યરત અધ્યાપકશ્રી ડૉ. જયંતિલાલ. બી.બારીસ કવિ ડાંગના અંતરિયાળ વિસ્તાર રહે કેશબંધ તા. સુબિર જીલો ડાંગ ના વતની અને તેઓ ભારતીય સંસ્કૃતિ , હિન્દી સાહિત્ય અને ભાષા ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રજ્વલિત કર્યા છે તેમના આજ સુધી 10 પુસ્તકો અને 38 આલેખ પ્રકાશિત થયા છે આટલુ જ નહીં પરંતુ તેમણે આંતરરાષ્ટ્રીય લેવલ પર પાંચ (5) અને રાષ્ટ્રીય સ્તર પર છ (7) એવૉર્ડ પ્રાપ્ત કર્યાં છે. તેમનો મોબાઈ નંબર 8155093121 છે. અને તેમનું સાહિત્ય જગત માં ખુબજ અઢળક યોગદાન હોવાને કારણે અને આ સાહિત્ય જગત અને લેખક ના કલમ ને ધ્યાનમાં લઈને અક્ષર મૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાત રાજ્ય દ્વારા ડો.જયંતિલાલ. બી.બારીસ ને રાષ્ટ્રીય “શ્રેષ્ઠ કવિ તેમજ સાહિત્યકાર ” એવૉર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. લેખકની લેખન પ્રતિભાનું મૂલ્યાંકન કરી વિવિઘ ક્ષેત્રમાંથી સાહિત્ય વિશિષ્ટ પ્રતિભાઓ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાહીત્ય ક્ષેત્રના વિશિષ્ટ પ્રતિભા ધની એવા અધ્યાપક ડૉ.જયંતિલાલ.બી.બારીસ ,લેખક અને સાહિત્યકાર ની પ્રતિભા દર્શાવી હતી તેમની આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ ડાંગ જિલ્લા ના વહીવટી તંત્રની શિક્ષણ જગત તેમજ સમગ્ર આદિવાસી સમાજ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating