કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજની વિધાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી।
કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજની વિધાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી.વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિધાર્થીઑને રમતોનુ જ્ઞાન, તાલીમ તેમજ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત તમામ ખેલાડીમિત્રોની ફૂટબોલ (ગર્લ્સ) માટે ફૂટબોલ રમતમાં સિલેકશન યોજવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાંથી વિવિઘ કોલેજોમાંથી આવેલ ખેલાડી મિત્રોએ પોતાનું કૌશલ્ય દર્શાવતા સદર કોલેજની વિધાર્થીનીઓ ૧.મારીયા નજીબ (T.Y. B.Com.), ૨. મૈત્રી ચૌહાણ (F.Y.BCA), ૩. પ્રાચી શર્મા (F.Y.B.Com.), ૪. આંચલ પાંડે (F.V.B.Com.) ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ફૂટબોલ (ગર્લ્સ) ટીમમાં પસંદગી પામેલ છે. જ્યારે ૧ નંદની ગુપ્તા (S.Y.B.Com.), ૨. નીકિતા ભાનુશાલી (S.Y. B.Com.), ૩. રીના પ્રજાપતિ (F.Y.B.Sc.) ને ને અવેજી પ્લેયર તરીકે સિલેકશન થયેલ છે. જેઓ ફુટબોલ ટુર્નામેન્ટ લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટી ટ્યુટ ઓફ ફિઝીકલ એજ્યુકેશન, ગ્વાલીયર, મધ્યપ્રદેશ ખાતે ભાગ લેનાર છે. આ ખેલાડીઓને તાલીમ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ર્ડો. મયુર પટેલે પૂરું પાડયુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ અને ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ખાતે ભાગ લેનાર હોય, કોલેજના આચાર્ય ર્ડો. પૂનમ બી.ચૌહાણે, પ્રાધ્યાપક તેમજ ખેલાડીમિત્રોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન માટે આહવાન આપ્યું હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating