હરિઆ પાર્કમાં આવેલ શ્રી એલ. જી. હરિઆ સ્કૂલ નું 100% ટકા પરિણામ।
હરિઆ પાર્કમાં આવેલ શ્રી એલ. જી. હરિઆ સ્કૂલ નું 100% ટકા પરિણામ । વિદ્યાર્થીઓને હિંમત, પરિશ્રમ, સાચો માર્ગ દર્શાવે છે, અમારી શાળા શ્રી એલ. જી હરિઆ મલ્ટીપર્પસ સ્કૂલ….
અમારી શાળા શ્રી એલ.જી.હરિઆ મલ્ટી પર્પસ સ્કૂલના ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં 100 % ટકા પરિણામ આવ્યું છે. શાળા નાં આચાર્ય શ્રી બિન્ની પોલ, શાળા નાં મેનેજમેન્ટ ટ્રસ્ટીસ તથા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે. ધોરણ 10માં પ્રથમ ક્રમે 1.દિશા. એ. સહા 95.20% દ્વિતીય ક્રમે 2.ચૈત્રાલી. મહેશ. તમહાને 94.40% અને તૃતીય ક્રમે 3. સાલવી. અનિલ. કુશવાહા 93.60%.
ધોરણ 12 માં પ્રથમ ક્રમે 1. ઓમકાર કૈલાસ સોલટ 94.2% દ્વિતીય ક્રમે 2. આદિત્ય રાકેશ પંડિત 92.6% અને તૃતીય ક્રમે 3. શ્રેયા ઉપેન્દ્ર ઉપાધ્યાય 92.00% અમને જણાવતાં આંનદ અને ગર્વ અનુભવાય છે અમારી શાળાની ધોરણ 10 ની વિદ્યાર્થી ની દિશા. એ. સહા અને કાજલ કામલી એ સામાજિક વિજ્ઞાન વિષય માં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. તથા દિશા. એ. સહા અને ધૈર્યા કપૂરીયા ને કમ્પ્યુટર વિષય માં 100 માંથી 99 ગુણ પ્રાપ્ત થયાં છે.અને ધોરણ 12 માં શ્રેયા ઉપાધ્યાય અને પ્રીતિ શર્મા એ મનોવિજ્ઞાન વિષય માં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે, સાગર શુક્લા એ ઇકોનોમિક્સ વિષય માં 100 માંથી 99,ઓમકાર સોલતે ગણિત વિષય માં 100 માંથી 99 તથા આદિત્ય પંડિતે ફિઝિકલ એડયુકેશન (PE) વિષય માં 100 માંથી 99 ગુણ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.
દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે।
Average Rating